રાજકોટમાં રાષ્ટ્રીય ચિંતન પુસ્તિકાનું વિમોચન થયું

રેશનલ વિચારધારાના પ્નચારક લેખક વિનોદ વામજાની રાષ્ટ્રીય ચિંતન પુસ્તિકાનું રાજકોટ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રના વિકાસમાં અવરોધક અનેક પરિબળોમાં વસ્તી વિસ્ફોટની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. લેખક વિનોદ બી. વામજાએ રાષ્ટ્રીય ચિંતન શા માટે તેની વિગતે ૧૦ મુદ્દાઓના દાખલા સાથે આધાર મુકવાનો પ્નયાસ કરવામાં આવ્યો છે. દેશની પ્નગતિમાં અવરોધક પરિબળો, તેના ઉકેલની છણાવટ કરવામાં આવી છે. પુસ્તિકા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે.
વિજ્ઞાન જાથા ચેરમેન–એડવોકેટ જયંત પંડયાએ પુસ્તિકાનું વિમોચન કરતાં જણાવ્યું કે દેશના સ્વાવલંબનમાં અનેક પરિબળો, કુદરતી સંપત્તિ કારણભૂત હોય છે. વિશ્વમાં ૭૦૦૦ થી વધુ ભાષાઓ અસ્તિત્વમાં છે. વર્તમાન સમયે ભાષામાં વૈજ્ઞાનિક જોડણીની જરૂરીયાત છે. વિશ્વમાં એક જ ભાષા અસ્તિત્વમાં હોય તો માનવીની જીવન શૈલીમાં આમુલ પરિવર્તન આવે છે. સુખાકારીમાં અવરોધક પરિબળમાં ગરીબી, બેકારી, મોંઘવારી કારણમાં અનિયંત્રિત વસ્તી છે. મનુષ્ય સિવાય કોઈ પ્નાણી પ્નદુષણ ફેલાવતું નથી તે કડવી વાસ્તવિકતા છે.
વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે વિશ્વમાં મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર, ભૂમિ સંસ્કાર કે દફનવિધિમાં શ્રેષ્ઠ કયું છે ? તે માનવીએ વિચારીને અમલમાં મુકવાની જરૂર છે. ભારતમાં હિન્દુઓમાં અગ્નિદાહ, જલદાહ અને ભૂમિદાહ અમલમાં છે. દફન એ માત્ર મુસ્લીમ, ખ્રીસ્તીઓની જ પદ્ધતિ નથી પરંતુ વિશ્વની અંદર પ્નવર્તમાન અમલમાં છે. વૃક્ષો વાવવાની તાતી જરૂરીયાત છે. વ્હેમ, અંધશ્રદ્ધાથી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે તેથી તેનું ચિંતન કરી વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ રાખવાની તાતી જરૂરીયાત છે. ચમત્કારો કઈ રીતે થાય છે તેમાં વિજ્ઞાનનો ક્રિયાકારણનો સંબંધ, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, હાથચાલાકી, ગોઠવણ કારણના મૂળમાં હોય છે. નબળા મનના લોકો કોઈપણ પ્નયોગ કે ઘટનાને ચમત્કારમાં દર્શાવીને માસ હિસ્ટેરીયાના ભોગ બને છે તેથી જાગૃતોએ તે માટે લોકચળવળ ચલાવવાની તાતી જરૂરયિાત છે. દેશની વિવિધ સંસ્થાઓ ભારતની પ્નગતિ માટે વાસ્તવિક કામગીરી કરવાની જરૂર છે. ભારતમાં ધર્મનું વર્ચસ્વ સર્વાગી ક્ષેત્રે જોવા મળે છે. ધાર્મિક નેતાઓ વિજ્ઞાનને બાજુએ રાખી અને ધર્મને પ્નથમ ક્રમાંક આપે છે પરંતુ વિજ્ઞાનથી જ ધર્મની પ્નગતિ થઈ છે તે કડવી વાસ્તવિકતા છે. કોઈપણ રાષ્ટ્રની પ્નગતિનો આધાર વૈજ્ઞાનિક મિજાજ, પુરૂષાર્થ અને રાષ્ટ્રવાદના કારણે હોય છે.
લેખક વિનોદ બી. વામજા રાષ્ટ્રીય ચિંતન પુસ્તિકાના વિચારોના અભિપ્નાય માટે મો. ૮૭૩ર૯પ૯૭ર૦ ઉપર સંપર્ક કરી શકે છે.
માન. તંત્રીશ્રી …………………………………,
આપશ્રીના અખબારમાં ઉપરોકત મેટર ફોટા સાથે પ્નસિદ્ધ કરવા વિનંતી. ઈ–મેઈલમાં ફોટા સાથે વિગત મોકલેલ છે.
ભારત જન વિજ્ઞાન જાથા
મો. ૯૮રપર ૧૬૬૮૯

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM