વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 ટ્રેડ શૉ માં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ ભાગ લીધો

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત-2024 ના ટ્રેડ શૉમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી,વિસનગર દ્વારાહૉલ નંબર -11,P-110માં પેવેલિયનરાખવામાં આવેલ છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના આ સ્ટોલમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના વિવિધ મંત્રીશ્રીઓ જેવા કે માનનીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા,આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી, ભારત સરકાર,માનનીય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્યમંત્રી, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય, માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરઆદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્તવયના મંત્રીશિક્ષણ, ગુજરાત સરકાર,ભારત સરકારના પૂર્વ નાણા સચિવશ્રી હસમુખભાઈ અઢિયા (IAS)મુખ્ય સલાહકાર, મુખ્ય મંત્રી ગુજરાત રાજ્ય,માનનીય મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય,માનનીય પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘણી ગુજરાત રાજ્ય, માનનીય પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગુજરાત રાજ્યજેવા મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

આ ટ્રેડ શૉમાં દેશ-વિદેશ માથી પોતાની કંપનીનું પ્રતિનિધિત્વ કરનાર ડેલિગેટ્સ તેમજ અલગ અલગ યુનિવર્સિટી ના કુલપતિશ્રીઓ એ પણમુલાકાત લીધી હતી અને યુનિવર્સિટી માં ચાલતા એન્જિનિયરિંગ,મેડિકલ,પેરા-મેડિકલ તેમજ વિવિધ અભ્યાસક્રમો વિષેની જાણકારી લીધી હતી.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ શ્રી પ્રફુલ ઉદાની, રજીસ્ટ્રાર શ્રી પરિમલ ત્રિવેદી તેમજ વિવિધસંસ્થાના વડાશ્રીઓ એ પેવેલિયનની મુલાકાત લીધી હતી અને માર્કેટિંગ ની ટીમ ને તેમનાં ઉમદા અને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવીનેભવિષ્યમાં પણ આ પ્રકારના આયોજન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પેવેલિયનમાંઅદ્યતન ટેક્નોલોજી વાળું3D પ્રિન્ટીંગ મશીન,રોબોટીક્સ(Robotics),AR-VR,અદ્યતન ટેકનોલોજીનીમદદથી બનાવવામાં આવેલ શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ અને અન્ય પ્રોજેકટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પેવેલિયનમાં આવેલ મુલાકાતીઓએ શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ સાથે ફોટા તેમજ સેલ્ફી લીધી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *