ઝગડિયા ના ધારાસભ્ય રીતેષવસાવા નેત્રંગ તાલુકામાં આવેલાં મૌઝા હનુમાનજી મંદિરે દર્શન કરીને મંદિર પરિસરના સફાઈ કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યો.

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા”

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે, જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.

માનનીય વડાપ્રધાનશ્રીના આ આહવાનને ઝીલી લઈને ગુજરાતમાં આપણે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪ થી ૨૨ જાન્યુઆરી સુધી સફાઈ અભિયાનનું રાજ્યવ્યાપી જનઅભિયાન શરૂ કર્યું છે.

જે અંતર્ગત, આજે મકરસંક્રાંતિના બીજા દિવસે ઝગડિયા_વિધાનસભા નાં નેત્રંગ તાલુકામાં આવેલાં મૌઝા હનુમાનજી મંદિરે દર્શન કરીને મંદિર પરિસરના સફાઈ કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યો. મારી સાથે શ્રી ભીખુસિંહજી પરમાર માન‌ રાજ્યકક્ષાના મંત્રીશ્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા જીલ્લા પંચાયત નાં પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા નેત્રંગ તાલુકા પંચાયત નાં પ્રમુખ શ્રીમતી વસુધાબેન ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ વસાવા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સીતાબેન વસાવા તથા જીલ્લા પંચાયત નાં સભ્યો તાલુકા પંચાયત નાં સભ્યો સંગઠન નાં હોદેદારો ગ્રામજનો સરપંચ શ્રી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપ સૌ ધાર્મિક સ્થાનોની સ્વચ્છતાના આ અભિયાનમાં જરૂર જોડાવ તેવો ભાવભર્યો અનુરોધ ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા દ્વારા કરવામાં આવ્યો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM