


કોટવાલીયા સમાજનો સર્વાગી વિકાસ જ એકમાત્ર લક્ષ્ય : ભીખુસિંહ પરમાર
ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામે જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન મિશન અંતર્ગત અન્ન-નાગરીક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું.ભરૂચ જીલ્લાના એકમાત્ર નેત્રંગ તાલુકાના મૌઝા અને હાથાકુંડી ગામે ૮૦૦ થી વધુ કોટવાલીયા સમાજના લોકો વસવાટ કરે છે.બંબુ વાસ અને હસ્તકલાના માધ્યમથી રોજગારી મેળવે છે.કોટવાલીયા સમાજ આર્થિક રીતે પગભર બને અને આત્મનિર્ભર-આત્મસન્માન બની શકે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર જણાવ્યું હતું કે, કોટવાલીયા સમાજનો સવૉગી વિકાસ થાય તે રાજ્ય-કેન્દ્ર સરકાર અનેક પ્રકારની વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકી રહી છે.વિવિધ કલ્યાણકારી યોજનાનો વધુમાં વધુ લાભ આપવા માટે સરકારી અધીકારો પણ સેવાભાવથી કામગીરી કરવી જોઈએ.જે દરમ્યાન ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરા, ઝઘડીયા વિધાનાસભા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, ભરૂચ જી. પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગભાઈ વસાવા,વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામા પદાધિકારીઓ- અધિકારીઓ સહિત મોટીસંખ્યામાં ગામજનો જોડાયા હતા. દેશભરમાં વસવાટ કરતાં કોટવાલીયા સમાજના લાભાર્થીઓ સાથે લોકસંવાદ પ્રધાનમંત્રીના વિડીયો કોન્ફરન્સ માધ્યમથી યોજાયો હતો.