કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીમરાણા ગામે નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરાયુ

રૂપારેલ નદી ઉપર રૂ.૩ કરોડ ૩૦લાખના ખર્ચે બ્રિજ નિર્માણ પામતા ગ્રામજનોની સુવિધામાં ઉમેરો થયો

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ખીમરાણા ગામે રૂપારેલ નદી ઉપર નવનિર્મિત મેજરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ.૩ કરોડ ૩૦ લાખના ખર્ચે ૧૨ મીટરના ૭ ગાળાનો મેજરબ્રીજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવ્યો છે.

આ તકે કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ચોમાસાના સમય દરમિયાન નદીનું પાણી ગામમાં આવી જતા ગ્રામજનોને મુશ્કેલીઓ થતી હતી તેનો અંત આવ્યો છે. ગામડાના લોકોની સુવિધાઓમાં વધારો કરવા સરકાર અવિરત કામગીરી કરી રહી છે. સરકારની ખેડૂતો માટે અતિ મહત્વની એવી સૌની યોજના થકી ખીમરાણા સહિત સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદા નદીનું પાણી ઠાલવવામાં આવે છે જેના થકી ખેડૂતભાઈઓ બે સિઝનનો લાભ લઇ શકે છે અને તેમની આવકમાં વધારો થતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ખિમરાણા ગામે મેજર બ્રિજ નિર્માણ પામતાં આજુબાજુના લોકોને પણ પુરતા પ્રમાણમાં લાભ મળી રહે છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરચર, બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી પ્રવિણાબેન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી હસમુખભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રી નંદલાલભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રી કાંતિભાઈ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM