ગુરુકુલ વિદ્યામંદિર સુપાનો બાળ ખેલાડી ખેલમહાકુંભ નવસારી તાલુકા કક્ષાએ દોડ સ્પર્ધામાં પ્રથમયશ મુન્નાભાઈ યાદવ હવે જિલ્લા કક્ષાએ દોડ સ્પર્ધામાં ભાગ લેશે

રિપોર્ટ,મયુર પટેલ

 રમત ગમત, યુવા અને સાંસ્કુતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત નવસારી તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ 2.0 મદ્રેસા હાઈસ્કૂલ ખાતે શરૂ થયો હતો. જેમાં ગુરૂવારના રોજ એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિવિધ ખેલાડીઓએ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં યસ મુન્નાભાઈ યાદવ ધોરણ 3 અંડર 9 વય જૂથના 30 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત  કરી ગુરુકુલ નું ગૌરવ વધાર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈને રાજ્ય રમતક્ષેત્રે ગૌરવ અપાવે તે હેતુથી ખેલ મહાકુંભ યોજાય છે ગુરુકુલના બ્રહ્મચારીઓએ પોતાની પરંપરા જાળવી રાખીને ખેલ મહાકુંભ ની વિવિધ સ્પર્ધામાં વિજેતા થઈ રહ્યા છે હવે આ વિદ્યાર્થી જિલ્લા કક્ષાએ રમવા માટે જશે વિદ્યાર્થીઓને તૈયાર કરનાર કોચ અનિલકુમાર ટંડેલ ,જગદીશભાઈ પટેલ અને અંગ્રેજી માધ્યમના આચાર્ય સ્વાતિ વાડેકરને સહ મુખ્યાધિષ્ઠાતા સુરેશભાઈ રત્નાણીએ શુભેચ્છા અને અભિનંદન આપ્યા હતા. સમગ્ર ટીમ  ને ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *