

૨૬મી જાન્યુઆરીના રોજસાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આપ્રસંગે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલેત્રિરંગો લહેરાવ્યો હતોઅને સ્વતંત્ર ભારત માટે જીવન સમર્પિત કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા મહાનુભાવોનેયાદ કરી શાબ્દિક શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમજ ઉપસ્થિત સર્વેને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાંતેઓએજણાવ્યુંહતુ કે કોઈ પણ દેશનાસર્વાંગી વિકાસનો આધાર તેના યુવાનો અને શિક્ષણ ઉપર રહેલો છે.સાંકળચંદ પટેલ યુનિવર્સિટીયુવાનોનેઆરોગ્ય અને ટેકનીકલઅભ્યાસક્રમો થકીઉચ્ચ શિક્ષણ દ્વારાદેશના સર્વાંગી વિકાસમાં અમુલ્ય યોગદાન આપી દેશ અને દુનિયાની નામાંકિત યુનિવર્સિટીમાંપોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છેતે બદલ યુનિવર્સિટી અને તેની સંલગ્ન સંસ્થાના સ્ટાફને અભિનંદન પાઠવવાની સાથે સાથેસર્વેને વધુમાં વધુ પોતાની જાતને પૂર્ણ સમર્પિત કરી ખભેથી ખભો મિલાવીને કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા આહવાન કર્યું હતુ.આકાર્યક્રમમાંનૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, પ્રોવોસ્ટ ડૉ. પી.એમ. ઉદાણી, રજીસ્ટ્રાર ડો. પરિમલત્રિવેદી, યુનિવર્સિટીની સંલગ્ન સંસ્થાના પ્રિન્સિપાલ, ડીન, ફેકલ્ટી મેમ્બર્સ, એન.એસ.એસ.વોલેન્ટીયર અને નૂતનગ્લોબલસ્કૂલઅનેસંલગ્નકોલેજોનાવિદ્યાર્થીઓખૂબમોટીસંખ્યામાંઉપસ્થિતરહ્યા હતા.
