જ્ઞાન સંપ્રદાયનો ૨૫૧ મોં પ્રાગટય મહોત્સવ વાલિયા તાલુકાના રૂંધા ગામે ઉજવાયો

આ પ્રસંગે સાધુસંતો નાં વચનો સાંભળીને વાતવરણ ભક્તિમય બન્યું

ધારાસભ્ય રીતેષવસાવા એ ૫ લાખ લાઈબ્રેરી માટે પોતાની ગ્રાન્ટ માથી ફાળવણી કરતાં સમસ્ત જ્ઞાન સંપ્રદાયમાં આનંદ ની લાગણી ફેલાઈ

શ્રીમંત ભગવાન કરૂણાસાગર 251 મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે કૃપાલદાસ મહારાજશ્રી , નિશ્ચલદાસ મહારાજશ્રી , ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ઝગડીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહી તમામ સાધુ મહાત્માઓના આશીર્વાદ લીધા હતા.આ વિસ્તાર માટે સાધુશ્રી મુકતાદાસજી સેવા સમિતિના પ્રમુખશ્રી દ્વારા એક લાઈબ્રેરીની માંગણી કરવામાં આવી ત્યારે ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા પોતાની ગ્રાન્ટ માથી ૫ લાખ આપ્યા આ વિસ્તારના યુવાનો માટે શિક્ષણમા ઉપયોગી બંને તે હેતુથી તેમની ગ્રાંટમાંથી 5 લાખ આપવાની જાહેરાત કરતાં સમસ્ત જ્ઞાન સંપ્રદાયમાં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી હતી સાથે સંતો નાં વચનો સાંભળીને વાતવરણ ભક્તિમય થઈ જવાં પામ્યું આ પ્રસંગે સાધુ શ્રી મુકતાદાસજી સેવા સમિતિના અધ્યક્ષ સંજયભાઈ આર.ચૌધરી સવિલાલભાઈ કે.ચૌધરી મંત્રી મેહુલભાઈ એમ.ચૌધરી જીલ્લા પંચાયત નાં સભ્ય અલ્પેશભાઈ વસાવા આગેવાન સુરેશભાઈ વસાવા માંજી ઉપપ્રમુખ. વાલિયા તાલુકા પંચાયત ધર્મેશભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ જિલ્લા મુખ્ય માર્ગ પ્રમુખ રીતાષભાઈપંચાલ સામાજિક આગેવાન ભગુભાઈ ચૌધરી સંકેતભાઈ પંચાલ જયેશભાઈ ગૌસ્વામી દુ.વાઘપરા નાં સરપંચ મુકેશભાઈ સહિત નાં આગેવાનો ઉપસ્થિત રહીને સંતો નાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *