બાંડાબેડા થી અંકલેશ્વર જતો ગ્રામ્ય વિસ્તાર નાં માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેષ વસાવા ના વરદ હસ્તે કરવામાં આવ્યું

૧૫૨-ઝઘડીયા વિધાનસભા મત વિસ્તાર માં સમાવેશ થયેલ વાલિયા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનો વર્ષોથી અભાવ હતો.જેને લઈ ગ્રામજનોએ રસ્તા માટે સ્થાનિક પદાધિકારીઓ તથા સક્ષમ સત્તાધિકારી ને રજુઆત કરી હતી.આ રજૂઆત ઝઘડિયા વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવા સુધી પહોંચી

ધારાસભ્યન રિતેશવસાવા નાં સકારાત્મક પ્રતિભાવ થકી રાજ્ય સરકાર ને કરેલી રજૂઆત બાદ ગતરોજ બાંડાબેડા થી અંકલેશ્વર જતો ગ્રામ્ય વિસ્તાર નાં માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેષ વસાવા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે , વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા જીલ્લા પંચાયત સભ્ય અલ્પેશભાઈ વસાવા જીલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત સરપંચો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા અવારનવાર આવાં વિકાસ નાં કામોથકી ધારાસભ્ય રીતેષવસાવા ભારે લોકચાહના મેળવી રહ્યા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *