માન.પ્રધાનમંત્રીશ્રીના આગમનને આવકારવા રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા આગોતરુ આયોજન.


રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ જીલ્લામાંથી ૭૭૫ બસો તેમજ અન્ય ખાનગી વાહનો દ્વારા ૭૦,૦૦૦ કરતાથી પણ વધુ લોકો પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં ઉમટી પડશે : દવે, ઢોલરીયા, જાડેજા, હેરભા, માંકડિયા
માન.પ્રધાનમંત્રીશ્રીના આગમનના આયોજન અંતર્ગત બેઠકોનો ધમધમાટ
રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા માન.પ્રધાનમંત્રીશ્રીના આગમનના આયોજનનું માઈક્રોપ્લાનિંગ.

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના પ્રવાસે તેમાય અયોધ્યા શ્રી રામલલ્લાના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પછી પ્રથમ વખત સૌરાષ્ટ્ર, રાજકોટ પધારતા હોય સૌરાષ્ટ્રની જનતામાં તેમાય રાજકોટ જીલ્લાની જનતામાં માન.મોદી સાહેબને આવકારવા અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા નવા માર્કેટિંગયાર્ડ, ગોંડલ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારીશ્રી ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં તથા જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયાની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા ભાજપના હોદેદાર, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠક લેવા જવાની જવાબદારી સોંપેલ ૪૨ સીનીયર આગેવાનો, લોકસભા તેમજ વિધાનસભાના વિસ્તારકશ્રીઓ, મંડલના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા પંચાયત લડેલા તમામ ઉમેદવાર, ગોંડલ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, વિપક્ષ નેતા, જીલ્લાના તમામ મોરચાની સમગ્ર ટીમ, જીલ્લા સેલના કન્વીનર, સહ-કન્વીનર સહીતના હોદેદારોની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ તા.૨૩,ફેબ્રુઆરીના રોજ બપોરે ૩:૦૦ કલાકે ૪૨ જીલ્લા પંચાયત સીટ તેમજ ૬ નગરપાલિકામાં એક સાથે, એક દિવસે, એક સમયે ૪૨ જગ્યાએ બેઠકો યોજવામાં આવી હતી. જેમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના પ્રવાસે તેમાય અયોધ્યા શ્રી રામલલ્લાના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પછી પ્રથમ વખત સૌરાષ્ટ્ર, રાજકોટ પધારતા હોય સૌરાષ્ટ્રની જનતામાં તેમાય રાજકોટ જીલ્લાની જનતામાં માન.મોદી સાહેબને આવકારવા અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા રાજકોટ જીલ્લામાંથી ૭૭૫ બસો તેમજ અન્ય ખાનગી વાહનો દ્વારા ૭૦,૦૦૦ કરતા પણ વધુ લોકો માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સત્કારવા માટે ઉમટી પડશે. જે રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારીશ્રી ધવલભાઈ દવે, જીલ્લા અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયાની સંયુકત યાદીમાં જણાવાયું છે વધુમાં, નરેન્દ્રભાઈ મોદીના રોડ શો ના માર્ગ પર ભવ્ય રામમંદિરની થીમ ઉભી કરાશે. આ સાથે તુરી બારોટ સમાજ રાવણ હથ્થા સાથે, શીખ, સીંધી, વોરા સમાજ પોતાની બેન્ડ પાર્ટી સાથે ભાગ લેશે.રોડ શોના ફુલ સ્ટેજ ઉપર શીખ, સિંધી, તુરી બારોટ પોત પોતાના વાજીંત્રો સાથે ઉપસ્થિત રહી સ્વાગત કરશે. રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારા મુખ્ય સ્ટેજ કાર્યક્રમમાં પ્રસિધ્ધ કલાકારોથી ગીતાબેન રબારી અને કલાવૃંદ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. નટરાજ ગૃપના ૧૦ કલાકારો ઢોલ, છત્રી, શરણાઈ સાથે પ્રધાનમંત્રીશ્રીનું ઉત્સાહભેર સ્વાગત કરશે. તાંડવ નૃત્ય એકેડમીના ૧૮ કલાકારો માંડવડી સાથે વિશિષ્ટ નૃત્ય રજુ કરશે. શ્રી શકિત વૃંદના ૧૮ કલાકારો દાંડિયા, રંગબેરંગી છત્રીઓ, રૂમાલ સાથે રાસ રજુ કરવામાં આવશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM