પૂર્વ પ્રધાનમંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતની આઝાદીની ચળવળમાં અમૂલ્ય ફાળો આપનાર શ્રી મોરારજીભાઈ દેસાઈની ૧૨૯મી જન્મ જયંતી નિમિત્તે વિધાન સભા પોડિયમ ખાતે તેમના તૈલ ચિત્ર સમક્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તથા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ ઉપરાંત નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા, ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરા, આદિજાતી વિકાસ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર, સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મંત્રી મંડળના સભ્યો તથા ધારાસભ્યોએ શ્રી મોરારજીભાઈ દેસાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *