
૬૮–રાજકોટ(પૂર્વ) વિધાનસભા, વોર્ડ–૪ માં રૂ. ૯,૯પ,૦૦,૦૦૦ (નવ કરોડ પંચાણુ લાખ) ના ખર્ચે ભગવતીપરાનાં વિવિધ વિસ્તારો વેલનાથપરા, નિત્યમ વિલા, વંૃદાવન વિલા સોસાયટીમાં ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા, શહેરના મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે પેવર ડામર રોડ કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતુ.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય બનેલ છે ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર ધ્વારા ‘જયા માનવી ત્યા સુવિધા’ ના મંત્રને સાકાર કરતા અનેક વિકાસ કાર્યો હાથ ધરાયા છે, દેશ અને રાજયનો વિકાસ નવી ઉંચાઈઓ સર કરી રહયો છે અને છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં ભાજપ સરકાર કાર્ય કરી રહી છે ત્યારે ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેરમાં માળખાકીય અને આંતકરમાળખાકીય સુવિધાઓ શહેરીજનોને સહજ રીતે પ્રાપ્ત થાય, શહેરીજનોની સુખ,સગવડતા અને સુખાકારીમાં વધારો થાય અને શહેરમાં વિવિધ વિકાસ કાર્યોને વેગવંતા બને તે માટે સતત કાર્યરત છે

આ તકે વિસ્તારની બાળાઓ ધ્વારા ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ તેમજ મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયાનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવેલ.તેમજ સ્થાનીક લતાવાસીઓ ધ્વારા પુષ્પહારથી ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને સન્માનિત કરી અભિવાદન કરવામાં આવેલ હતું.
આ તકે વોર્ડના કોર્પોરેટર કાળુભાઈ કુંગશીયા, કંકુબેન ઉધરેજા, વોર્ડપ્રભારી જે.ડી. ભાખર, વોર્ડપ્રમુખ કાનાભાઈ ડંડૈયા, મહામંત્રી ભરત લીંબાશીયા, હિતેશ મઠીયા, તેમજ સંગઠનના હોદેદારો રણજીતસિહ જાડેજા, રામભાઈ બિહારી, ચંદુભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પટેલ, ભરતભાઈ ભખોડીયા, સંજય ઉધરેજા, વિઠૃલભાઈ ઢાકેચા, કિશોરભાઈ પ્રજાપતી, મુકેશભાઈ પંચાલ, નયનાબેન માલી, રાજેશ્રીબેન માલવીયા, જયોતિબેન જાદવ,રીટાબેન વડેચા, મનસુખભાઈ લીંબાસીયા, નરેશભાઈ ચૌહાણ, મોન્ટુ વીસરીયા તેમજ વિવિધ સોસાયટીના સમાજશ્રેષ્ઠીઓ તથા સ્થાનીક અગ્રણીઓ મનસુખભાઈ શંખાવરા, પ્રાગજીભાઈ માનસુરીયા, પ્રવીણભાઈ ઉધરેજા, અશોકભાઈ કથીરીયા, પરેશભાઈ પોકર, અરવીંદભાઈ રંગાણી, અંકીતભાઈ કથીરીયા, દીનેશભાઈ પરસાણા, જગદીશભાઈ અકબરી, કેવીનભાઈ સગપરીયા, હિતેષભાઈ સાંગાણી, હિતેશભાઈ આટકોટીયા, પરેશભાઈ ઉંઘાડ, પરેશભાઈ કેરાળીયા સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
