મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪નો શુભારંભ કરાવ્યો

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુળી તાલુકાના કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર ખાતેથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪નો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત ગઈકાલે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અને વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મુળી તાલુકાના કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. કુકડા ગામે અંદાજે ૩૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા તળાવની સંગ્રહ શક્તિ ૩ (ત્રણ) MCFT જેટલી છે.

આ પ્રસંગે ચોટીલા ધારાસભ્યશ્રી શામજીભાઇ ચૌહાણ, જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિ ચેરમેનશ્રી મંગુબેન અમરતભાઇ ડાભી, નર્મદા, જળસંપતિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવશ્રી કે.એ.પટેલ, મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી(સૌરાષ્ટ્ર) એચ.યુ.કલ્યાણી,મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી (ઉત્તર ગુજરાત) એમ.ડી.પટેલ, મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી (પંચાયત) જે.કે.ત્રિવેદી, ચોટીલાના પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ શર્મા, અધિક્ષક ઇજનેરશ્રી જે.એન.ભાટુ, કાર્યપાલક ઇજનેરશ્રી ડી.આર.પટેલ, ઉપસ્થિત રહ્યા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM