




ભાજપ કાર્યાલય, સિધ્ધપુર ખાતે મારા મત વિસ્તારમાંથી થી કોંગ્રેસના પૂર્વ સરપંચશ્રી, પૂર્વ ડેલીગેટ, પૂર્વ કોર્પોરેટર, વિવિધ સમાજના 300 થી વધુ આગેવાનો માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયાં હતાં. અને મોટી સંખ્યામાં હાજર રહેલા કોંગ્રેસના કાર્યકરો વિકાસની રાજનીતિને આવકારીને ભાજપને સમર્થન જાહેર કર્યું. અને આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સૌએ સંકલ્પ કર્યો.
આ પ્રસંગે સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી નંદાજી ઠાકોર, પાટણ લોકસભા પ્રભારી શ્રી અશોકભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, વિસ્તારક શ્રી ભગીરથસિંહ જાડેજા, સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ, સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
