વિશ્વ મહિલા દિને પ્રતિભાવંત મહિલાઓનું સન્માન કરાયું

વિશ્વ મહિલા દિવસ, ૮મી માર્ચે મહિલાઓની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરતો વૈશ્વિક દિવસ છે ત્યારે વિશ્વ મહિલા દિન ની ઉજવણીના ભાગરૂપે કેશર ફાઉન્ડેશન, જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા બહેનો – દિકરીઓને પ્રોત્સાહિત તરીકે સન્માનિત કરતો મહિલા સન્માન સમારોહ ગાંધીનગર શહેરમાં કુડાસણ ખાતે ધ હેંગઆઉટ કાફેમાં યોજાવામાં આવ્યો હતો. આ આયોજનમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના પ્રેસિડેન્ટ વિવેકસિંહ ચૌહાણ, પોલિસ સમન્વયના પ્રેસિડેન્ટ સોનલ ડાંગરિયા, ટ્રીક ટુ ક્રિએટના સંચાલિકા હિરલ મેમ, જન ઔષધી કેન્દ્રના ફોરમ ગજ્જર, ડૉ. પી. એસ. દેસાઇ, ડૉ. મનિષ પ્રજાપતિ, તમન્ના ફિલ્મ્સના દિવ્યાંગ ગોસ્વામી અને જીવન આસ્થા, લાઇઝન ઓફિસર પ્રવિણ વલેરા સાહેબ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા એમના વરદહસ્તે દરેક બહેનો-દિકરીઓને મોમેન્ટો, ફ્રેમ વિથ સર્ટિફિકેટ અને ગિફ્ટમાં પ્રોટીન પાવડર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજક મિલાપ ટાટારિઆએ તમામ બહેનો અને દિકરીઓને અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *