

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
વાલોડ આઈ ટી આઈ ખાતે નહેરુ યુવા કેન્દ્ર સુરત (તાપી ) એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી અને નારી શક્તિ ફિટનેસ રન યોજાઈ. ટકાર માં :નહેરુ યુવા કેન્દ્ર સુરત (તાપી ) (યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય ભારત સરકાર ) એ વહીવટી વિભાગ વાલોડ અને આઈ ટી આઈ કૉલેજ અને વાલોડ ની મહિલાઓ ને સાથે લઇ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજ્વણી અને વિકસિત ભારત નારી શક્તિ ફિટનેસ રન નું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા સશક્તિકરણ અંતર્ગત વાલોડ આઈ ટી આઈ માં નહેરુ યુવા કેન્દ્ર સુરત (તાપી )દ્વારા વાલોડ તાલુકા ની વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર બેહનો નું સમ્માન કરવામાં આવ્યું હતું જેમાં વાલોડ તાલુકા ના બુટવાડા ગામ અને વાલોડ ગામ ની બહેનો ને જેમણે વકીલાત ક્ષેત્ર માં પ્રગતિ કરી પ્રેરણા સ્ત્રોત બન્યા છે અને રાજકરણ ના ક્ષેત્ર માં પ્રગતિ કરી રહ્યા છે વાલોડ ગામ માં નહેરુ યુવા કેન્દ્ર તાપી ના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગોવિંદ માધવ પાંડે દ્વારા મહિલા સશક્તિકરણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલોડ તાલુકા ની બહેનો નું સમ્માન કરવામાં આવ્યું હતું જેમાં વાલોડ ગામ ના સરપંચ શ્રી મતી વિજયાબેન અને બુટવાડા ગામ ની સરપંચ શ્રી મતી પ્રિયંકા બેન ચૌધરી, વાલોડ ના એડવોકેટ અર્ચના બેન શાહ અને તાલુકા પંચાયત સભ્ય શ્રી મતી જયનાબેન સંજય ભાઈ ગામીત વિશિષ્ટ સિદ્ધિ બદલ સમ્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ‘નારી ફિટનેસ રન ‘યોજાઈ. આ દોડ વાલોડ આઈ ટી આઈ થી નનસાડ પાટિયા સુધી રાખવામાં આવેલી હતી આ દોડ 500 મીટર ની હતી આ દોડ માં આઈ ટી આઈ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અને વાલોડ ગામ ની મહિલાઓ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં 130 થી બધુ બેહનો જોડાઈ હતી અને દોડ માં ભાગ લીધો હતો. આ 500મીટર ની દોડ માં પ્રથમ ક્રમાંક પ્રિયા બેન દરબાર વિજેતા થઈ હતી જે વાલોડ ની નવાફળીયા માં નિવાસ કરે છે અને એ ફિજી્યોથેરાપીસ્ટ છે. અને દિતીય ક્રમાંક મેળવનાર નિકિતા બેન. એસ. ચૌધરી જે વાલોડ આઈ ટી આઈ ની વિદ્યાર્થીની છે અને તૃતીય ક્રમાંક મેળવનાર અર્ચના બેન અરવિંદ ભાઈ જે વાલોડ આઈ ટી આઈ ની વિદ્યાર્થીની છે. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે વાલોડ ગામ ના સરપંચ શ્રી મતી વિજ્યા બેન, બુટવાડા ગામ ની સરપંચ શ્રી મતી પ્રિયંકા બેન ચૌધરી, વાલોડ ના એડવોકેટ અર્ચના બેન શાહ, તાલુકા પંચાયત સભ્ય શ્રી મતી જયનાબેન સંજય ભાઈ ગામીત, હાઈસ્કૂલ ના શિક્ષક શ્રી શાલિગ્રામ પાટીલ સર, ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ ના માર્ગદર્શક તરીકે સુરત ના જિલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્મા જી રહ્યા હતા. તથા કાર્યક્રમ ની રૂપરેખા અને સંચાલન રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગોવિંદ માધવ પાંડે અને વરુણ રાજપૂત અને આઈ ટી આઈ ના કર્મચારીઓ એ કર્યું હતું
