ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામ ખાતે આશા બહેનોનું સંમેલન યોજાયું

ઉત્કૃષ્ટ કામગીરી કરનારા આશા બહેનો સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓને સન્માનપત્ર, ગિફ્ટ આપી સન્માનિત કરાયા

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા રેમલપુર પાટીયા પાસે આવેલ કેસર હોટલ ખાતે વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વિરાટ આશા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર ના માર્ગદર્શન હેઠળ આયોજિત આશા સંમેલનમાં નિષ્ણાંત તબીબો દ્વારા આશા બહેનો સહિત ઉપસ્થિત કર્મચારીઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના સેવા વિસ્તારમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા આશા, આશા ફેસીલીટેટર, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરને ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે સન્માનપત્ર – ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિરમગામના શિવ હોસ્પિટલના ડો.નયનાબેન પ્રકાશભાઈ સારડા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બહેનોને સાડી તથા ભાઈઓને પેન્ટ-શર્ટ આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ સહિતની આરોગ્ય વિભાગ દ્વારા ઘર આંગણે આપવામાં આવતી સેવાઓની પ્રશંસા કરવામાં આવી હતી અને ખાસ કરીને નળકાંઠા વિસ્તારની આશા બહેનોની કામગીરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડો બી કે વાઘેલા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આરબીએસકે મેડિકલ ઓફિસર ડો.કિરણ પંચાલ, ડો. ધારા પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું અને નીલકંઠ વાસુકિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ મફાભાઈ ભરવાડ, વિરમગામ વિધાનસભા વિસ્તારક મિલનભાઈ પટેલ, જગદીશભાઈ વડલાણી, શંકરલાલ ઠાકોર, ડો.નયનાબેન પ્રકાશભાઈ સારડા, વિરમગામ તાલુકા પંચાયતના સદસ્યો, આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM