
રાષ્ટ્રીય સમસ્યાના વિષય પર ધ કેરલ સ્ટોરી જેવી ફિલ્મ બનાવનારી ટીમ દ્વારા નકસલવાદની સમસ્યા ઉપર બનાવેલી ફિલ્મ બસ્તર-ધ નક્સલ સ્ટોરી ફિલ્મનો શો સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા અમદાવાદના એક્રોપોલિસ સિનેમાગૃહ તથા રુંગટા સિનેમાગૃહ સુરત માં યોજવામાં આવ્યો.
વિપુલ શાહ દ્વારા નિર્મિત, સુદિપ્તો સેન દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં આઇપીએસ નીરજા માધવનનું પાત્ર અદા શર્મા દ્વારા ભજવવામાં આવ્યું છે. સમરંગ ફિલ્મ સોસાયટી દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ સ્પેશિયલ સ્ક્રીનીંગ માં હાજર રહેલ પ્રેક્ષકો તથા સોશીયલ ઇન્ફલ્યુંન્સર્સ અને મીડિયામાંથી આવેલ મિત્રોને આ ફિલ્મની લીડ એક્ટ્રેસ અદા શર્માએ પોતે હાજર રહીને સરપ્રાઈઝ કર્યા હતા.
ફિલ્મના અંતમાં અદા શર્મા એ હાજર રહેલ પ્રેક્ષકો સાથે સહજતાથી વાતચીત કરી અને તેમના પ્રશ્નોનાં જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નકસલવાદ દેશને કેવી રીતે નુકશાન પહોંચાડે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે માટે દરેક દેશપ્રેમી વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ.
અમદાવાદ અને સુરતમાં મોટી સંખ્યામાં હાજર રહેલ પ્રેક્ષકોએ ફિલ્મના અત્યંત વખાણ કર્યા હતા અને દેશની સમસ્યાઓ અને તેને ઉકેલવા માટે લેવાયેલ પગલાં ને ઉજાગર કરતી આવી વધુ ફિલ્મો બને તેવી આશા વ્યક્ત કરી હતી.