સુરત મહાનગર ખાતે “ઘર ઘર સંપર્ક અભિયાન ” અંતર્ગત કાર્યશાળા યોજાઈ

ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડયાએ આપ્યું માર્ગદર્શન.

સુરત,: લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે સમગ્ર દેશની જનતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી પદે આરૂઢ કરવા મન બનાવી ચુકી છે. ત્યારે, સુરત મહાનગર ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન બીજેપી કાર્યાલય ખાતે ” ઘર ઘર સંપર્ક અભિયાન ” બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠકના પ્રારંભે નગરસેવક સ્વર્ગીય ગેમરભાઈ દેસાઈને મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહેલા ક્લસ્ટર પ્રભારી શ્રી ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાર્યકર્તાઓ જયારે ઘર ઘર સંપર્ક અભિયાન માટે જાય ત્યારે ત્યારે તેઓએ મહત્વની ત્રણ કામગીરી કરવાની છે. જેમાં,સૌ પ્રથમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા મતદારોને ઉદ્દેશીને આપેલો સંદેશ પત્ર મતદાતાને અચૂક આપવો. ત્યાર બાદ, મતદારના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવવામાં આવે તે માટેની વ્યવસ્થા કરવી. ત્યાર બાદ મતદાતાના નિવાસસ્થાન પર ” લાભાર્થીની સમૃદ્ધિ , મોદીની ગેરંટી ” લિખિત સ્ટીકર ચોંટાડવું અને ભાજપા પ્રત્યેના તેમના સમર્થન બદલ તેઓનો આભાર પ્રગટ કરવો. આગામી 6 એપ્રિલના રોજ ભાજપાનો સ્થાપના દિન હોઈ 5 અને 6 એપ્રિલના રોજ આ અભિયાન પર વિશેષ કામગીરી કરવા જણાવ્યું હતું. શ્રી પંડયાએ વિશેષમાં જણાવ્યું હતું કે સંપર્ક, સંવાદ અને સમન્વય દ્વારા આપણે મતદાતા સાથે આત્મીયતાના સંબંધથી જોડાયેલા છીએ તે પ્રતિપાદિત કરવાનું છે. આ કાર્યશાળા દરમિયાન તેઓએ લાભાર્થી સંપર્ક અભિયાનનું કાર્યકર્તાઓ પાસે નિદર્શન પણ કરાવ્યું હતું અને આ અંગે વિસ્તૃત છણાવટ પણ કરી હતી. આ કાર્યશાળામાં વિશેષ રૂપે ઉપસ્થિત ” ઘર ઘર સંપર્ક અભિયાન ” ના ઇન્ચાર્જ શ્રી જગદીશભાઈ પારેખ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રત્યેક મતદારના ઘર ઘર સુધી પહોંચી આપણે 400થી વધુ બેઠકો પર વિજય મેળવવવાનો આપણો સંકલ્પ સિદ્ધ કરવાનો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચી છે તે લાભાર્થીઓના ઘર સુધી પહોંચીને આપણે લોકસંપર્કને વધુ ને વધુ વેગ આપવાનો છે. આ અભિયાનના ત્રણ તબક્કા વિષે તેમણે કાર્યકર્તાઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યશાળાના અંતે સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાએ આગામી દિવસોમાં આવનાર કાર્યક્રમો તેમજ સુરત શહેરમાં આગામી 3જી એપ્રિલના રોજ યોજાનારા કાર્યકર્તા સંમેલન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આગામી શ્રી રામનવમી પૂર્વે શહેરના વિવિધ મંદિરોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવા આહવાન કર્યું હતું. શ્રી રામનવમીના રોજ તમામ મંદિરોમાં વિશેષ રૂપે મહા આરતી યોજી સૌને સહભાગી થઇ એક ધાર્મિક વાતાવરણ ઉભું કરવા જણાવ્યું હતું.
આ કાર્યશાળામાં સુરત મહાનગરના પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, મહામંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,મનપાના પદાધિકારીશ્રીઓ, પૂર્વ પદાધિકારીશ્રીઓ તથા અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM