ભાજપના જન-જન સંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય રીટાબેન પટેલના કાર્યાલય ખાતે સંગઠનની મહત્વની બેઠક યોજાઇ

આગામી લોકસભા ચુંટણી અન્વયે ગાંધીનગર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર તેમજ હાલના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહને વિક્રમી સરસાઇથી વિજયી બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કાર્યકર્તાઓ ચુંટણી પ્રચારમાં લાગ્યા છે ત્યારે ભાજપાના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ધારાસભ્ય રીટાબેન પટેલના કાર્યાલય ખાતે મહત્વની સંગઠનાત્મક બેઠક યોજાઇ ગઇ હતી જેમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જસવંત પટેલ, ચુંટણી ઇન્ચાર્જ શ્રી મહેન્દ્ર પટેલ (દાસ), મહેન્દ્રસિંહ રાણા, પ્રદેશ માથી પધારેલ શ્રી શૈલેષભાઈ, ઘર ઘર સંપર્ક ઇન્ચાર્જ ફાલ્ગુનભાઈ વોરા, મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ડોર ટુ ડોર પ્રચાર દ્વારા પ્રભાવી રીતે ભાજપાની વાત નાગરિકો સુધી પહોંચાડવા ઉપરોક્ત બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *