ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ અને ગાંધીનગર લોકસભાના પ્રભારીશ્રી મયંકભાઇ નાયકની ઉપસ્થિતિમાં ગરવી ગુજરાત પાર્ટી અને ઠાકોર સમાજના આગેવાનો ભાજપામાં જોડાયા

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ, ગરીબ કલ્યાણ અને રાષ્ટ્રવાદની રાજનીતિથી પ્રેરાઈને ગરવી ગુજરાત પાર્ટી અને ઠાકોર સમાજના આગેવાનો રાજ્ય સરકારના ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ અને ગાંધીનગર લોકસભાના પ્રભારીશ્રી મયંકભાઇ નાયક, AMC ના પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન હિતેશ બરોટ, દૂધસાગર ડેરીના ચેરમેન અને ગાંધીનગર જિલ્લા ભાજપા પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ભાજપાનો ખેસ ધારણ કરી ભાજપામાં જોડાયા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *