
સુનિયોજિત સંગઠન વ્યવસ્થા થકી ભાજપા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સમર્થનમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા આહ્વાન કરતાં ડો. હર્ષદભાઈ પટેલ




ભારતીય જનતા પાર્ટી બુથ સ્તર સુધી સુનિયોજિત સંગઠન ધરાવતી અને પ્રત્યેક વિસ્તારમાં કાર્યકર્તાઓનો વ્યાપ ધરાવતી રાજકીય પાર્ટી છે ત્યારે આગામી લોકસભા ચુંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભાના સંયોજક અને સાબરમતીના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલે બુથ લેવલે ચુંટણીલક્ષી કામગીરીના સુચારુ આયોજન માટે તથા સોંપાયેલ કાર્યની સમીક્ષા માટે નવા વાડજ, રાણીપ અને નારણપુરા વોર્ડના સંગઠનના મુખ્ય પદાધિકારીઓ તેમજ શક્તિકેંન્દ્રના સંયોજકો સાથે બેઠક યોજી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સમર્થનમાં મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ તકે નારણપુરાના ધારાસભ્ય જીતુભાઇ ભગત સહિત સ્થાનિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
