આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત મેમનગર વિસ્તારની વિવિધ રહેણાંક સોસાયટીઓના ચેરમેનશ્રીઓ તેમજ સેક્રેટરીશ્રીઓ સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ભાજપા તરફી મહત્તમ મતદાન કરી શ્રી અમિતભાઈ શાહને ગાંધીનગર લોકસભાથી વિક્રમી વિજય અપાવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન

રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી લોકસભા ચુંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભાથી ભાજપાના લોકપ્રિય ઉમેદવાર, હાલના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન થઈ પ્રચંડ વિજય પ્રાપ્ત થાય તે માટે સતત લોકસંપર્ક કરી રહ્યા છે જે અંતર્ગત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેમનગર વિસ્તારની વિવિધ રહેણાંક સોસાયટીઓના ચેરમેનશ્રીઓ તેમજ સેક્રેટરીશ્રીઓ સાથે સંવાદ કરી ૭ મે ૨૦૨૪ ના રોજ ભાજપા તરફી મતદાન કરવા અને અન્યોને પ્રેરિત કરવા માટે આહ્વાન કર્યું હતું.

આ તકે તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત બનવા તરફ આગેકૂચ કરી રહ્યો છે, છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી થઈ છે, અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની નાબૂદી સહિતના અતિસંવેદનશીલ વિષયોનો સુખદ અંત આવ્યો છે ત્યારે આપણે સૌ ભાજપાને પ્રચંડ જનસમર્થન દર્શાવી મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ રાષ્ટ્રનિર્માણમાં આપણું યોગદાન આપીએ.

આ સંવાદ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત શાહ, AMC સ્ટે. કમિટી ચેરમેન દેવાંગ દાણી, પ્રદેશ સહકાર સેલના સંયોજક બીપીનભાઈ પટેલ (ગોતા), મહાનગરના પ્રભારી સંજયભાઈ પટેલ, ઘાટલોડિયા વિધાનસભાના ઇન્ચાર્જ દર્શક ઠાકર, સિનિયર આગેવાનો, સ્થાનિક વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM