ડૉ. લોગાનાથન મુરુગને માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

ડૉ. એલ. મુરુગને આજે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં ડૉ. મુરુગને તેમનામાં વિશ્વાસ રાખવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, માહિતી અને પ્રસારણ મંત્રાલય સરકાર અને દેશની જનતા વચ્ચે સંચાર સેતુ તરીકે કામ કરીને સરકારની નીતિઓને અમલમાં મુકવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ડૉ. મુરુગને જણાવ્યું કે, સરકાર ગરીબ કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનો બનાવવાના કેબિનેટના નિર્ણયથી તે વાત સ્પષ્ટ થાય છે.

ડૉ. મુરુગનનું સ્વાગત સચિવ શ્રી સંજય જાજુ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રાલય હેઠળના મીડિયા એકમો દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *