કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા પંચાયતી રાજ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો

રાજ્ય કક્ષાના મંત્રીઓ શ્રી જ્યોર્જ કુરિયન અને પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલે પણ કાર્યભાર સંભાળ્યો

કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે આજે મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય તથા પંચાયતી રાજ મંત્રાલયની જવાબદારી સંભાળી છે. કાર્યભાર સંભાળ્યા બાદ મીડિયાને સંબોધિત કરતા મંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારની દૂરંદેશી અને નીતિઓના અમલીકરણમાં નિરંતરતા રહેશે. શ્રી સિંહે જણાવ્યું હતું કે, તેમનું ધ્યાન આ વિઝનનાં અમલીકરણમાં દેખાઈ શકે તેવા કોઈપણ અવરોધને દૂર કરવા પર કેન્દ્રિત રહેશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016NS3.jpg

પંચાયતી રાજ અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ તથા મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને પણ પોતપોતાના પોર્ટફોલિયોનો હવાલો સંભાળી લીધો હતો. માનનીય મંત્રીઓનું વિભાગીય સચિવો અને મંત્રાલયોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ACZR.jpg

AP/GP

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *