‘આપણો તાલુકો બાગાયત તાલુકો તેમજ ‘Grow more Fruit-Crop’ કાર્યકમ અંતર્ગત મહુવા તાલુકાના સણવલ્લા ગામે અને એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઇ

રિપોર્ટ,મયુર પટેલ

ખેડૂતોને આંબા પાક વાવેતર, રોગ-જીવાત નિયંત્રણ, કેનીંગ અને કીચન ગાર્ડન સહિત બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી

મહુવા તાલુકામાં ૮૧૩૯ હેકરટમાં બાગાયતી પાકોની ખેતી થાય છેઃ જે પૈકી સૌથી વધુ ૫૪૫૫ હેકટરમાં આંબાના પાકનું વાવેતર થાય છેઃ

સુરત:ગુરુવાર: ‘આપણો તાલુકો બાગાયત તાલુકો’ તેમજ ‘Grow more Fruit-Crop’ કાર્યકમ અંતર્ગત મહુવા તાલુકાના સણવલ્લા ગામે એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરાયું હતું.
આ અવસરે બાગાયત વિભાગના વિવિધ અધિકારીઓ દ્વારા ખેડૂતોને બાગાયત પાકોના વાવેતર વિસ્તાર વધારવા, ફળ અને શાકભાજીના નિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વૈજ્ઞાનિકશ્રી રાકેશ પટેલ દ્વારા ખેડુતોને આંબા પાક વાવેતર તેમજ રોગ-જીવાત નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ ખેતીમાં તકનીની આધુનિકરણ વિષે, કેનીંગ અને કીચન ગાર્ડન વિષે ખેડૂતોને માહિતગાર કરી જીવામૃતનો ડેમો આપવામાં આવ્યો હતો. અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે ખેડૂતોને જાણકારી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, મહુવા તાલુકામાં ૮૧૩૯ હેકરરમાં બાગાયતી પાકોની ખેતી થાય છેઃ જે પૈકી સૌથી વધુ ૫૪૫૫ હેકટરમાં આંબાના પાકનું વાવેતર જયારે ૧૫૦ હેકટરમાં ફુલો તથા ૨૫૩૪ હેકટરમાં શાકભાજીના પાકોનું વાવેતર થાય છે.
આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઇ પટેલ, બાગાયત અધિકારી(મહુવા)શ્રી ઉમેશ એમ ચૌહાણ, સુરતના મદદનીશ બાગાયત નિયામકશ્રી પંકજ માલવિયા, બાગાયત અધિકારી(અપેડા) કુ.જીનલ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM