પિંપરી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ

નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તથા શિક્ષણાધિકારીશ્રીની દરમિયાનગીરીથી શાળા કાર્ય શરૂ કરાયું :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૧૩: શૈક્ષણિક સત્રના પ્રારંભે ડાંગ જિલ્લાના પિંપરી ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળા ખાતે ઓરડાના બાંધકામ બાબતે શાળાનો ઘેરાવ કરતાં, સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ સહિત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદીએ ઘટના સ્થળે ધસી જઈ, ગ્રામજનોને સમજાવતા પ્રથમ દિવસે શાળા કાર્ય શરૂ થવા પામ્યું હતું.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તરફથી મળેલી વિગતો અનુસાર, આહવા તાલુકાની પિંપરી પ્રાથમિક શાળા ખાતે કુલ આઠ જેટલા ઓરડાની ઘટ પ્રવર્તે છે. આ ઓરડાના બાંધકામ બાબતે સને ૨૦૨૦/૨૧ માં ‘નાબાર્ડ યોજના’ અંતર્ગત સમગ્ર શિક્ષા- ગાંધીનગર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ એજન્સીએ ટેન્ડર ભરેલ ન હોઇ, બાંધકામ પ્રક્રિયામાં વિલંબ થવા પામ્યો હતો.

આ ઓરડાને લઈને પિંપરીના ગ્રામજનોએ ગત તા.૩/૬/૨૦૨૪ ના રોજ રૂબરૂમાં લેખિત અરજી પણ સબંધિત વિભાગને આપી હતી. જે ખાસ કિસ્સા તરીકે મંજૂરી અર્થે ગાંધીનગર મોકલવામાં આવી છે.

સબબ, શાળા કાર્યના પ્રથમ દિવસે ગ્રામજનોએ દેખાવ કરતાં, શાળા કાર્યથી અગત્યતા જોતા, ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે સબંધિત અધિકારીઓને હકારાત્મક નિકાલ માટેની સૂચના આપી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પણ, ગ્રામજનો સાથે સંવાદ સાધી ઓરડા બાંધકામ બાબતે હકારાત્મક લાવવાની ખાતરી આપતા, બાળકોના શૈક્ષણિક કાર્યને વિપરીત અસર ન થાય તે માટે પ્રથમ દિવસથી જ રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM