


વ્યારા સુગરમાં ૩.૫૦ લાખથી ૪.૦૦ લાખનાં લક્ષ્યાંક સાથે માનસિંહ પટેલ દ્વારા રોલર પૂજા વિધિ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ, મયુર પટેલ – : તાપી જિલ્લાની એક માત્ર જીવાદોરી સમાન વ્યારા સુગર ફેક્ટરી શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ખુશાલપુરા, તા. વ્યારા, જિ. તાપી જે વર્ષોથી બંધ રહેતા તાપી જિલ્લાનાં શેરડી પકવતા ખેડૂતોઓ ખુબ નજીવા ભાવે વેપારી કે અન્ય સુગર ફેક્ટરી કે ગોળનાં કોલામાં આપવા મજબુર હતા. જેનાથી ખેડુતોને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામેલ છે. રાજય સરકારશ્રીનાં આર્થિક મદદ અને કસ્ટોડીયન કમિટીની રચના કરતા મહુવા સુગર અને સુમુલનાં પ્રમુખશ્રી માનસિંહભાઈ કે. પટેલની પ્રમુખની વરણી કરતાં બંધ પડેલ ફેકટરીને ફરીથી ચાલુ કરી ગત વર્ષ ૧.૦૦ લાખથી વધુનું પિલાણ કરી વ્યારા સુગર પ્રત્યે અને માનસિંહભાઈ કે. પટેલનાં વહીવટ ઉપર ફરીથી વિશ્વાસ ઉભો થતાં પિલાણ સિઝન ૨૦૨૪-૨૫ માં ૩.૫૦ લાખથી ૪.૦૦ લાખનો શેરડી પિલાણનો લક્ષ્યાંક રાખવામાં આવતાં સંસ્થાનાં દફતરે ૧૫,૦૦૦ એ.ગુ. રોપણ અને ૬,૦૦૦ એ.ગુ. લામ મળી કુલ ૨૧,૦૦૦ એ.ગુ. ની નોંધણી થયેલ છે.
આમ ૪.૦૦ લાખથી વધુનાં શેરડી પિલાણનાં લક્ષ્યાંક પુર્ણ કરવા ફેક્ટરી પ્લાન્ટમાં રીપેર્સ એન્ડ મેઈન્ટેનન્સની કામગીરી ખુબ ઝડપથી થઈ રહી છે. તા. ૧૪/૦૬/૨૦૨૪ નાં રોજ વ્યારા સુગરનાં પ્રમુખશ્રી માનસિંહભાઈ કે. પટેલનાં હસ્તે રોલર પૂજા વિધિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. માનસિંહ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આપણે ચોકકસ પણે સફળ થશે અને આ મોટા પ્રમાણમાં શેરડી પિલાણ થાય તેવા પ્રયત્નો કરતા ખેડુતોનો ખુબ સારો પ્રતિભાવ જોવા મળતા ૪.૦૦ લાખથી વધુ શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક પુર્ણ કરવા કટીબધ્ધ છીએ અને વિરોધીઓની મનોપોલી તોડીને ફરીથી વ્યારા સુગર ફેકટરીને ધમધમતી કરવાનાં ઈરાદા સાથે કામ કરવા જણાવ્યુ. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં કસ્ટોડીયન કમિટીનાં સભ્યશ્રી ઘનશ્યામભાઈ પટેલ, અશોકભાઈ ગામીત, પ્રજ્ઞેષભાઈ ગામીત, મેનેજીંગ ડીરેકટરશ્રી રવિન્દ્રસિંહ ચૌહાણ, માજી.મેનેજીંગ ડિરેકટરશ્રી અર્જુનભાઈ પટેલ, મહુવા સુગરનાં ઉપપ્રમુખશ્રી બલ્લુભાઈ પટેલ, મહુવા સુગરનાં મેનેજીંગ ડીરેકટરશ્રી અને સ્ટાફ, માજી.જિલ્લા પ્ર. અર્જુનભાઈ ચૌઘરી, મહામંત્રીશ્રી રાજેશભાઈ તેમજ સંસ્થાનાં કામદારો તથા ખેડુતો હાજર રહ્યા
