નર્મદા જિલ્લા સેવાસદન ખાતે “વિશ્વ રક્તદાતા દિવસ” ની ઉજવણી કરાઈ

શૈશવ રાવ નર્મદા

અધિકારી-કર્મયોગીઓએ રક્તદાન જાગૃત્તિના સામૂહિક શપથ લીધા

રાજપીપલા, શુક્રવાર :- વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીનો મુખ્ય આશય લોકોને રક્તદાન માટે જાગૃત કરવાનો છે. રક્તદાનથી કેટલાંય લોકોને નવજીવન આપી શકાય છે. ત્યારે નર્મદા જિલ્લા સેવાસદનના પટાંગણમાં નાયબ કલેક્ટર (પ્રોટોકોલ) શ્રી એન.એફ.વસાવા અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એસ.ડી.ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા વિવિધ વિભાગોના કર્મયોગીઓએ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવા તેમજ પોતે પણ રક્તદાન કરીને જરૂરિયાત મંદ લોકોને નવજીવન આપવાના સામૂહિક શપથ લીધા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *