MIFF 2024 ખાતે ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ “માય મર્ક્યુરી”નું પ્રીમિયર, જે મર્ક્યુરી ટાપુ પર સંરક્ષણની શોધ પર પ્રકાશ નાંખે છે


“ફિલ્મમાં જે કંઈ બન્યું તે બધું જ સાચું છે” – દિગ્દર્શક જોએલ ચેસેલેટ

ડૉક્યૂમેન્ટ્રી , શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મો માટે મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF)ની 18મી આવૃત્તિમાં આજે ડૉક્યૂમેન્ટ્રી  “માય મર્ક્યુરી” નું મોટા પડદે ઈન્ટરનેશનલ પ્રીમિયર દર્શાવવામાં આવ્યું હતું. જોએલ ચેસેલેટ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેના ભાઈ,  યવેસ ચેસેલેટના જીવનની ઊંડી અંગત અને પડકારજનક સફર રજૂ કરે છે, જે દક્ષિણ આફ્રિકાના નામિબિયાના દરિયાકિનારે મર્ક્યુરી ટાપુ પર એકલા સંરક્ષણવાદી છે.

ચેસેલેટ કહે છે, “ટાપુ પર રહેવા માટે તમારે એક ચોક્કસ પ્રકારના વ્યક્તિત્વની જરૂર છે,”  વિશ્વના ઘોંઘાટ અને ધસારોથી બચવાની તેના ભાઈની ઇચ્છાને પ્રકાશિત કરે છે. 104 મિનિટની આ ડૉક્યૂમેન્ટ્રી યવેસ ચેસેલેટની અસાધારણ દુનિયામાં પગ મૂકે છે અને મર્ક્યુરી આઇલેન્ડ પર સંરક્ષણ માટેના તેના પ્રયાસો રજૂ કરે છે, જ્યાં દરિયાઈ પક્ષીઓ અને સીલ તેના એકમાત્ર સાથી બની જાય છે. લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે ટાપુ પર ફરીથી દાવો કરવાનું તેમનું સાહસિક મિશન બલિદાન, વિજય અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના ગહન બંધનોની મનમોહક વાર્તા તરીકે પ્રગટ થાય છે. આ ફિલ્મ લુપ્તપ્રાય સમુદ્રી પક્ષીઓ અને અન્ય વન્યજીવોના ઘટાડાને સીલથી અસ્તિત્વના જોખમોનો સામનો કરે છે.

એમઆઈએફએફની 18મી આવૃત્તિ 15મી જૂનથી 21મી જૂન 2024 દરમિયાન મુંબઈના પેડર રોડ ખાતેના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન-ફિલ્મ ડિવિઝન પરિસરમાં યોજાઈ રહી છે.

ચેસેલેટ “માય મર્ક્યુરી”ને એક ઇકો-સાયકોલોજિકલ ફિલ્મ તરીકે વર્ણવે છે જે મનુષ્યની જટિલ માનસિકતા અને પ્રકૃતિ સાથેના આપણા આનંદદાયક સંબંધની શોધ કરે છે. તેમણે કહ્યું, “એક ટાપુ એ મર્યાદિત અને પડકારરૂપ જગ્યા છે,” એવું સૂચન કર્યું કે આવા વાતાવરણ માનસિક રીતે થકાવી દેનારા હોય છે. ચેસલેટે ભારપૂર્વક કહ્યું, “ફિલ્મમાં જે બન્યું તે બધું જ સાચું છે,” તેમણે વધુમાં કહ્યું કે ગુમ થયેલા ફૂટેજની જગ્યાએ કેટલાંક માત્ર પુનઃનિર્માણ કરવામાં આવ્યા હતા.

ફિલ્મનું કેન્દ્રબિંદુ, મર્ક્યુરી ટાપુ, નાયક માટે “સોલ સ્પેસ” તરીકે દર્શાવવામાં આવ્યું છે, જે તેના પ્રયત્નો દ્વારા સ્વર્ગમાં પરિવર્તિત થયું છે. ફિલ્મનું શીર્ષક, માય મર્ક્યુરી, ટાપુ સાથેના આ ઘનિષ્ઠ જોડાણને દર્શાવે છે.

ચેસલેટ પર્યાવરણીય સંતુલનમાં માનવ અને બિન-માનવ ક્રિયાપ્રતિક્રિયાઓ વચ્ચેના જટિલ આંતરપ્રક્રિયાને રેખાંકિત કરે છે. “સંતુલનમાંથી માણસને દૂર કરવાથી સીલની સંખ્યા વધી રહી છે અને દરિયાઈ પક્ષીઓ ઘટી રહ્યા છે,” તેમણે જણાવ્યું કે, વધુ પડતી માછીમારી પણ સમસ્યામાં ફાળો આપે છે. આ ફિલ્મ પર્યાવરણીય મુદ્દાઓ પર વધુ જાગૃતિ અને પગલાં લેવા માટેનું આહ્વાન કરે છે, લોકોને સુપરફિસિયલ રાજકીય ચિંતાઓથી આગળ વધવાનો આગ્રહ કરે છે. તેમણે કહ્યું, “કુદરતી વિશ્વનું વર્ણન કરવામાં લાગણીશીલતા રચનાત્મક હોય તે જરૂરી નથી. સૂક્ષ્મ અને મેક્રો બંને સંવેદનાઓમાં જાગૃતિ ચાવીરૂપ છે.”

ફિલ્મના સંવેદનશીલ વિષયને જોતાં, ચેસલેટ ઉદ્યોગના સનસનાટીભર્યા અને દરેક વસ્તુને પરાણે થોપવાની પ્રવૃત્તિને સ્વીકારે છે. તેમણે કહ્યું, “જો કે આ એક હૃદયસ્પર્શી વિષય હોવાથી અને નાયક મારો પોતાનો ભાઈ છે, તેથી મારે કાળજીપૂર્વક માર્ગ પર વધવું પડશે.”

માય મર્ક્યુરીના ફોટોગ્રાફીન નિર્દેશક લોયડ રોસે સીલ સાથેનો સામનો કરવા માટેનો નાયકના વ્યવહારના કારણે ફિલ્મની વિવાદાસ્પદ પ્રકૃત્તિનો પડઘો પાડ્યો. તેમ છતાં, પ્રકૃતિ સંરક્ષણ સમુદાયે ફિલ્મ માટે મજબૂત સમર્થન દર્શાવ્યું છે. રોસે ટાપુ પર ફિલ્માંકન કરવાના તર્કસંગત પડકારોનું વર્ણન કર્યું હતું અને કહ્યું કે,”ટાપુ પર પ્રવેશવું ખૂબ જ વ્યસ્ત અને મુશ્કેલ છે કારણ કે કિનારા પર કોઈ બીચ અને તમામ ખડકો જ છે.”

માય મર્ક્યુરી એક વિચારોત્તેજક વૃત્તચિત્ર છે, જે ન માત્ર નિર્ણાયક સંરક્ષણ મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે પરંતુ પ્રકૃતિ સાથેના ગહન માનવ જોડાણને પણ ઓળખે છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *