વડોદરા રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષક સંઘોના સહયોગ થી ટીમ એજ્યુકેશન યોજશે રક્તદાન શિબિરો….

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મહામારીમાં રક્તદાન કરનારાઓની સેવાભાવના ને પાદરાની શિબિરમાં બિરદાવ્યા…

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે પાદરા ખાતે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત રક્તદાન શિબિર ની મુલાકાત લીધી હતી અને કૉવિડ મહામારીના સંકટ કાળમાં તમામ પ્રકારના  દર્દીઓ ની જીવન રક્ષા માટે જરૂરી રક્ત પુરવઠો જાળવી રાખવામાં મદદરૂપ બનવાની સેવા ભાવનાને બિરદાવી હતી. રાજ્ય શિક્ષક સંઘના અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા એ જામનગર થી આ શિબિરમાં ખાસ હાજર રહી રક્તદાતા શિક્ષકો ને બિરદાવ્યા હતા. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવશ્રી એ જણાવ્યું કે મહામારીમાં સમયમાં દર્દીઓ ની જીવન રક્ષા માટે દવાખાનાઓમાં લોહી નો પુરવઠો જળવાય રહે તે જરૂરી છે.તેને અનુલક્ષીને ટીમ એજ્યુકેશન એ રાજ્યભરમાં શૈક્ષિક સંઘોની મદદ થી રક્તદાન શિબિરો યોજવાનું આયોજન કર્યું છે.આ શિબિરમાં 75 યુનિટ જેટલું રક્ત મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *