નલીયામાં કેબીનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાપરમાં રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ખેડુતોને યોજનાઓના અધિકારપત્રો એનાયત કરાયા

સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી પૂરી પાડવા તથા સ્માર્ટ હેન્ડ ટુલ કીટ તથા કાંટાળી વાડની યોજનાનો પ્રારંભ તેમજ આ યોજનાના લાભાર્થીઓને અધિકાર પત્રો આપવાના કાર્યક્રમનું આયોજન નલીયા મુકામે કેબીનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ રાપર મુકામે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યો હતો. અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના ક્લસ્ટરનો કાર્યક્રમ નલીયા ખાતે રાજપુત સમાજવાડી મધ્યે કેબીનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને તેમજ અંજાર, ભચાઉ અને રાપર તાલુકાના ક્લસ્ટરનો કાર્યક્રમ રાપરના ટાઉનહોલ મધ્યે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતાં મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે હંમેશા કટિબદ્ધ રહી છે. સરકાર ખેડૂતો કોઇપણ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ સાથે મંત્રીશ્રી દ્વારા હાલમાં જ ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલ બિલ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ખેડૂતોને ખેતીમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. રાપર મધ્યે રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની આવકને ડબલ કરવા માટે લીધેલા પગલાંઓની છણાવટ કરી ખેડૂતોના હિતોને સર્વોપરી ગણ્યા હોવાનું મત રજૂ કર્યો હતો. આ સાથે જ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને અભીનંદન પાઠવી રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. પાના નં.(૨) ઉપર પાના નં.(૨) આ કાર્યક્રમના રાજય કક્ષાએથી લાઇવ પ્રસારણમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના આગમન બાદ તેમનું સ્વાગત રાજયકક્ષાના કૃષિમંત્રીશ્રીએ કર્યુ હતુ. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માન.મુખ્યમંત્રીશ્રીએ યોજના વિશે માહિતી આપી લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરી પત્રો/હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત સ્માર્ટ હેન્ડ ટુલ કીટસ, કાંટાળી વાડ તથા ફળ તથા શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી આપવાની યોજનાના લાભાર્થીઓને અધિકારપત્રો મહેમાનો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા નલીયા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપરાંત પૂર્વ ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી અજબાઇ ગોરડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોષી, અબડાસા પ્રાંત અધિકારીશ્રી ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી,એમ. પ્રજાપતિ, તાલુકા પંચાયતના સદસ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, ખેતી, બાગાયત અને આત્માના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, તેમજ કોરોનાની પરિસ્થિતિના કારણે સિમિત સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાપર મધ્યે આયોજિત કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર ઉપરાંત રાપર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરખીબેન વાઘાણી, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવતીબેન જોશી, પ્રાંત અધિકારીશ્રી પી.એ. જાડેજા, મામલતદારશ્રી પ્રજાપતિ, ટી.ડી.ઓ.શ્રી ડી.જે.ચાવડા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.ડી.મેણાત, બાગાયત અધિકારીશ્રી ડી.સી.ચૌધરી, વિસ્તરણ અધિકારીશ્રી એમ.જી. સોલંકી, સ્થાનિક આગેવાનો નરેન્દ્રસિંહ જાડેજા, નશાભાઇ દૈયા, ઉમેશભાઇ સોની, કરસનભાઇ મંજેરી, લાલજીભાઇ પટેલ સહિત સિમિત સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM