
જીવન મુલ્યોનુ જીવંત ઉદાહરણ પ્રેરણા પુરુષ રાષ્ટ્રવાદી પ્રખર અને ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેયશ્રી અટલ બિહારી બાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા, શ્રી રવિભાઈ માંકડિયાની ઉપસ્થિતીમાં રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય તથા ઉપલેટા શહેર/તાલુકા, ભાયાવદર શહેર, ધોરાજી શહેર/તાલુકા, જેતપુર શહેર/તાલુકા, જામકંડોરણા તાલુકા, ગોંડલ શહેર/તાલુકા, કોટડાસાંગાણી, લોધિકા તાલુકા, રાજકોટ તાલુકા, પડધરી તાલુકા, જસદણ શહેર/તાલુકા, વિછીયા તાલુકામાં પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મંત્રીશ્રીઓ વલ્લભભાઈ શેખલીયા, શ્રી મનોજભાઈ રાઠોડ, શ્રી સીમાબેન જોશી, શ્રી વિશાલભાઈ ફાગલીયા, જીલ્લા ઓબીસી મોરચા પ્રમુખશ્રી નવીનપરી ગૌસ્વામી, જીલ્લા મહિલા મોરચા મહામંત્રીશ્રી વર્ષાબેન ખુંટ, જીલ્લા ડોક્ટર સેલ કન્વીનરશ્રી દીપકભાઈ પીપળીયા, શ્રી ધર્મેશભાઈ વસંત, જીલ્લા આગેવાનો શ્રી પરસોત્તમભાઈ સાવલિયા, શ્રી નીતિનભાઈ ઢાંકેચા, શ્રી મોહનભાઈ ખુંટ, શ્રી નીતિનભાઈ સગપરીયા, શ્રી વિનુભાઈ પરમાર, શ્રી ગીરીશભાઈ પરમાર, રાજકોટ તાલુકા પ્રમુખશ્રી કેયુરભાઈ ઢોલરીયા, મહામંત્રીશ્રીઓ વિપુલભાઈ બસિયા, શ્રી અજયભાઈ મકવાણા, શ્રી મીનાબેન લુણાગરીયા, શ્રી જયભાઈ સાગઠીયા, શ્રી મનોજભાઈ કાછડિયા, શ્રી બલુભાઈ નસીત, શ્રી ભરતભાઈ ડાભી, શ્રી હરેશભાઈ મકવાણા, શ્રી ચેતનભાઈ કથીરીયા, શ્રી પ્રકાશભાઈ કાકડિયા સહીતના જીલ્લા તથા મંડલના કાર્યકર્તાઓ જોડાયા હતા.
આ પ્રસંગે જીલ્લા ભાજપ મંત્રીશ્રી સીમાબેન જોશી તથા ડોક્ટર સેલ કન્વીનરશ્રી ડો.દિપકભાઈ પીપળીયાએ આદરણીય અટલજીની કવિતાનું ગાન કર્યું હતું.
આ પ્રસંગે જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, આદરણીયશ્રી અટલજી જેઓ નાનપણથી જ જમણેરી વિચારધારા તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. તેમણે લોકશાહીના મુલ્યોના જતન માટે કામગીરી કરી છે. જેઓ ભારતીય લોકશાહીને વિશ્વમાં લોકશાહી ગૌરવ અપાવવા માટે હંમેશા કટિબદ્ધ રહ્યા. વાજપેયી એક શ્રેષ્ઠ સાંસદ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા. પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર એકમાત્ર બિન-કોંગ્રેસી વડાપ્રધાન, અટલ બિહારી વાજપેયી ૧૯૯૯-૨૦૦૪માં તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા. નોંધનીય છે કે ૧૯૯૯-૨૦૦૪માં તેમણે પૂરા પાંચ વર્ષ સુધી પોતાના વડાપ્રધાનનો કાર્યકાળ પૂરો કર્યો હતો. આ સાથે જ વાજપેયીજી પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા. તેઓ ખૂબજ સરળ સ્વભાવના હતા.
અટલ બિહારી વાજપેયીના પિતા ક્રિષ્નાબિહારી વાજપેય હતા. તેમને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મ ૨૫,ડિસેમ્બર ૧૯૨૪નો રોજ થયો હતો. તેમણે ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજ(હાલની લક્ષ્મીબાઈ કોલજ)માં અને પછી ઉત્તરપ્રદેશ સ્થિત કાનપુરની ડી.એ.વી કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે પોલીટિકલ સાયન્સ સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. શરુઆતથી સામાજિક કાર્યોમાં રસરુચિ. વાજપેયી વ્યવસાયે પત્રકાર હતાં અને કવિતા લેખન પ્રત્યે રસરુચિ હતી. જોકે વાજપેયીની ડેસ્ટિની રાજનીતિ તરફ જઈ રહી હતી.
વધુમાં જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વાજપેયીએ વડાપ્રધાન તરીકે ત્રણ વખત નેૃતૃત્વ સંભાળ્યું હતું. જેમાં પ્રથમ વખત – ૧૬ મે ૧૯૯૬ થી ૧ જૂન ૧૯૯૬ સુધી, દ્વિતીય વખત – ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૨૬ એપ્રિલ ૧૯૯૯ સુધી, તૃતીય વખત – ૧૩ ઓક્ટોબર ૧૯૯૯ થી ૨૨ મે ૨૦૦૪ સુધી. અટલ બિહારી વાજપેયી હિન્દી કવિ, પત્રકાર અને પ્રખર વક્તા પણ છે. ભારતીય જનસંઘની સ્થાપનામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી જનસંઘના અધ્યક્ષ પણ રહ્યાં. જિંદગીભર રાજનીતિમાં સક્રિય રહેલા અટલ બિહારી વાજપેયી લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને વીર અર્જુન સહિતના સામયિકના સંપાદક પણ રહ્યાં. વાજપેયી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સમર્પિત પ્રચારક રહ્યાં અને આ નિષ્ઠાના કારણે એમણે જીવનભર અવિવાહિત રહેવાનો સંકલ્પ કર્યો. સર્વોચ્ચ પદ પર પહોંચવા સુધી એમણે પોતાનો સંકલ્પ નિષ્ઠાપૂર્વક નિભાવ્યો. જેઓનો મંત્ર હતો ચલો એક દિપ જલાયે વહા, જહા અભી ભી અંધેરા હે : જીતા જાગતા રાષ્ટ્રપુરુષ એટલે અટલજી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ તથા આભારવિધિ જીલ્લા મહામંત્રીશ્રી રવિભાઈ માંકડિયાએ કરી હતી. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જશ્રી રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જશ્રી પ્રકાશભાઈ સોલંકીની યાદીમાં જણાવે છે.
