દાહોદમાં દેવગઢ બારીયા ખાતે પ્રભારી મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ૫ કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્ક શોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ વર્કશોપનું ભૂમિપૂજન કરીને વર્કશોપ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ વર્કશો પ કરોડ અને ૮૬ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. વર્કશોપ માટેની જમીનનો અંદાજિત વિસ્તાર ૧૮૧૭૬ ચો. કી મી. છે. રાજ્ય સરકાર તરફથી નિગમને નવીન વર્કશોપ માટે ગોધરા એસ. ટી. વિભાગના બારીયા મુકામે આર. સી. સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળું તેમજ ઉત્તમ સુવિધા યુક્ત વર્કશોપ બનાવવામાં આવશે.

આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી તેમજ દેવગઢ બારીયા ધારાસભ્યશ્રી બચુભાઈ ખાબડ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, એ. સી. એફ. શ્રી મિતેશ પટેલ, દાહોદ ભાજપા પ્રમુખશ્રી સ્નેહલ ધરીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, નગરપાલિકા ચીફ ઓફિસરસુશ્રી નિનામા, દેવગઢ બારીયા પ્રાંતશ્રી ભગોરા, મામલતદારશ્રી પટેલ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી સહિત એસ. ટી. ડેપોના મેનેજર સહિત એસ. ટી. સ્ટાફ. તેમજ અન્ય અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
000

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM