કંબોઈ નગરે સુપાર્શ્વનાથ દાદાના જીનાલાયની 110મી ધ્વજારોહણ મહોત્સવ યોજાયો

બનાસકાંઠાની ધન્યધારા પર આવેલ કંબોઈ નગરે શ્રી સુપાર્શ્વનાથ જીનાલાયની 110મી ધ્વજારોહણ મહોત્સવ યોજાયો.જેમાં પ્રથમ દિવસે સવારે 8.00 કલાકે નિશ્રાદાતા ગુરુ ભગવંતોનું સંઘ દ્વારા સામૈયું યોજાયું.9.00 કલાકે પૂજય ગુરૂ ભગવંતોનું પ્રવચન યોજાયું.બીજા દિવસે સવારે 6.00 કલાકે પ્રભાતિયાં,8.00 કલાકે નવકારશી,9.00 કલાકે સત્તરભેદી પૂજા લાભાર્થી-સવિતાબેન રતિલાલ કુરિયા પરિવાર,10.30 કલાકે ચતુર્થવિધ સંઘની સાથે વાજતે-ગાજતે ધજાના લાભાર્થી પરિવારના ઘરે પધરામણી ત્યાં માંગલિક પ્રવચન વિગેરે પૂર્ણ કર્યાબાદ પરત જીનાલાય માં પ્રવેશ.બપોરે 12.39 કલાકે ધ્વજારોહણ વિધિ ત્યાબાદ મોટી શાંતિનો પાઠ ત્યારબાદ સ્વામીવાત્સલ્ય. ધજાદંડ તથા ત્રણે ટાઈમના સ્વામીવાત્સલ્ય ના લાભાર્થી શાહ ધીરજલાલ ચંદુલાલ નોધાણી અને શાહ કનૈયાલાલ ચંદુલાલ નોંધાણી પરિવારે લીધેલ.ધજા દંડ બાદ પેંડાની પ્રભાવના શાહ તારાબેન મનરલાલ મહેતા પરિવાર તરફથી. બપોરે 3.00 કલાકે સ્નેહ મિલન અને 111 મી ધજા ના ચડાવા,સાંજે 6.00 કલાકે ચોવિહાર,રાત્રે 7.00 કલાકે ભક્તિ ભાવના વિગેરે કાર્યક્રમ યોજાયેલ.આ પ્રસંગે જ્યોતિષાચાર્ય ડો પ.પૂ.આ. ભ.શ્રીમદ્દ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,પૂજય મુનિરાજ હેમદર્શન વિજય મ.સા,પૂજય મુનિરાજ નયશેખર વિજય મ.સા, પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજય મ.સા આદિઠાણા ની પાવનકારી નિશ્રામાં સુપાર્શ્વનાથ જીનાલાય ની 110 મી ધ્વજારોહણ મહોત્સવ ધામધૂમ પૂર્વક યોજાઈ. સાથે-સાથે પૂજય મુનિરાજ હેમદર્શન વિજયજી મ.સા ની 18મી દીક્ષા તિથિ નિમિત્તે જીવદયાના કાર્યો કરી ઉજવણી કરવામાં આવેલ.આ ધ્વજારોહણ પ્રસંગે વિધિવિધાન અને સંગીતની રમઝટ શ્રી દશરથભાઈ જોષી (પાટણવાળા) એ જમાવેલ.આ પ્રસંગે કંબોઈ જૈન સંઘના ટ્રસ્ટીવર્યો એ ભારે જહેમત ઉઠાવેલ હતી.આ પ્રસંગે મુંબઇ,અમદાવાદ,સુરત વિગેરેથી કંબોઈ ગામના ભાવિકો તથા શ્રાવક-શ્રાવિકાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM