રાજય સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અને રાહત પેકેજ આપ્યા છે-મંત્રી શ્રી કુંવરજીભાઇ
ઓનલાઇન કાર્યક્રમમાં ખેડૂત કલ્યાણના સાત પગલાં અંતર્ગત ત્રણ યોજનાઓનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી 0000 મુખ્યમંત્રી શ્રી વિજય ભાઇ રૂપાણીએ આજે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ખેડૂતો માટે લાભકર્તા ત્રણ યોજનાઓનું ઓનલાઇન લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત અન્ય જિલ્લાઓની સાથે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ના હસ્તે ખેડૂત લાભાર્થીઓને ફળ અને શાકભાજી ના વેંચાણ માટે ઉપયોગી છત્રી, નાના સીમાંત ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ અને કાંટાળી વાડ માટે સહાય ની મંજૂરી ના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાત પગલાં ખેડૂત કલ્યાણ ના અંતર્ગત અગાઉ ચાર યોજનાઓનું લોકાર્પણ કરાયા બાદ ઓનલાઇન કાર્યક્રમમાં બાકીની ત્રણ યોજનાનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના ના સંક્રમણ વચ્ચે પણ સરકારે બજેટમાં કરેલી જોગવાઈ મુજબ ખેડૂતોના કલ્યાણ માટે જે કહ્યું હતું તે કરી બતાવ્યું છે. વિછીયા એપીએમસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવાનું કહી મંત્રીશ્રીએ આધુનિક ખેતી માટે પણ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકારે કરેલા પ્રયાસો નો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો માટેની આ વર્ષની નવી યોજનાઓ નો લાભ લેવા પણ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ટેકાના ભાવે ખરીદીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને કુદરતી આફતમાં ખેડૂતોને આવેલી નુકસાનીમાં મદદ કરવા માટે પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સાત પગલા ખેડૂત કલ્યાણ ના અને તે અંતર્ગત યોજનાઓની અમલવારી ને લીધે સીમાંત અને નાના ખેડૂતોને પગભર કરવાનો તેમજ પશુપાલકોને પણ મદદ કરવાનો સરકારનો આ પ્રયાસ છે તેમ જણાવ્યું હતું. જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.આ કાર્યક્રમમાં ગોંડલ તાલુકાના આમોદ ગામ ના પ્રગતિશીલ ખેડૂત ઉપેન્દ્રભાઈ નાથાણીનું રૂ.૨૫૦૦૦ની રાશિ સાથે સરદાર પટેલ પુરસ્કાર એવોર્ડ એનાયત બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાકરીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ના કલ્યાણ માટે કરવામાં આવેલા પ્રયાસોની માહિતી આપી ખેડૂતોને યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે રાજકોટ બાગાયત કચેરીના મદદનીશ બાગાયત નિયામક શ્રી જી. પી. કાતરીયા એ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી બી.એમ આગઠે યોજનાકીય માહિતી આપી હતી. કાર્યક્રમની આભારવિધિ શ્રી જયમીન પટેલે અને સંચાલન શ્રી મહેશ સીયોરા એ કર્યું હતું. આ પ્રસંગે એ પી એમ સી ના ચેરમેન શ્રી કડવા ભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હર્ષાબેન ડાભી, અગ્રણી શ્રી ભુપતભાઇ, શ્રી કાળુભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી મનસુખભાઈ, શ્રી ગોવિંદભાઈ, શ્રી વલ્લભભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આર આર ટીલવા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




