પૂર્વ કેન્દ્રીય મંત્રી મેજર જસવંત સિંહ (સેવાનિવૃત્ત)નું અવસાન

નવી દિલ્હી સ્થિત આર્મી હોસ્પિટલે (સંશોધન અને રેફરલ) ખુબ દુઃખની લાગણી સાથે 27 સપ્ટેમ્બર, 2020ના રોજ 06:55 કલાકે ભારત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી મેજર જસવંતસિંહ (સેવાનિવૃત્ત)ના દુઃખદ અવસાનની ઘોષણા કરી હતી. તેમને 25 જૂન 2020ના રોજ આર્મી હોસ્પિટલ (સંશોધન અને રેફરલ)માં દાખલ કરવામાં આવ્યા હતા અને સેપસિસ સાથે મલ્ટિઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમની સાથે સેપ્સીસ તથા પહેલા માથાના ભાગે જે ગંભીર ઈજાઓ (શસ્ત્રક્રિયા) ની અસરો માટે સારવાર આપવામાં આવી રહી હતી અને આજે સવારે તેમણે અંતમ શ્વાસ લીધા હતા. સારવાર કરી રહેલ નિષ્ણાતોની ટીમે તેમનાથી થતી શક્ય તમામ કોશિશ કરી પરંતુ તેમને બચાવી શક્યા નહીં અને તેઓ 27 સપ્ટેમ્બર, ​​2020ના રોજ 0655 કલાકે અવસાન પામ્યા.તેમનો કોવિડનો રિપોર્ટ નેગેટિવ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *