“આઝાદી કા અમૃત મહોત્સવ ઈન્ડીયા@૭૫” અંતર્ગત ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ) કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ વિષય ઉપર વેબિનાર યોજાયો

કેન્દ્રના કન્ઝ્યુમર્સ અફેર્સ ડીપાર્ટમેન્ટ અને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતોના વિભાગના સંયુક્ત ઉપક્રમે વેબિનારનું આયોજન

 “આઝાદી કા અમૃત મહોત્સવ ઈન્ડીયા@૭૫” અંતર્ગત કેન્દ્ર સરકારનાં કન્ઝ્યુમર્સ અફેર્સ ડિપાર્ટમેન્ટની રીજનલ રેફરન્સ સ્ટાન્ડર્ડ લેબોરેટરી વટવા, અમદાવાદ તથા રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક બાબતોનો વિભાગ હસ્તકની નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન કચેરીના સંયુક્ત ઉપક્રમે ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ) કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ વિષય ઉપર વેબિનાર યોજાયો હતો.

ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તથા વિદેશથી ઈમ્પોર્ટ થતી ચીજવસ્તુના ઈમ્પોર્ટસની ગ્રાહકોને પેકેજ સ્વરૂપમાં પેક થયેલી વસ્તુની સંપૂર્ણ માહિતી મળે અને તે માટે ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ) કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ની જોગવાઈઓ ગ્રાહક હિતમાં કેટલી જરૂરી છે તેમજ લિગલ મેટ્રોલોજી કાયદાના સુચારુ અમલીકરણ અને ગ્રાહકોના હિતમાં લીગલ મેટ્રોલોજીની કામગીરીને વધુને વધુ અસરકારક બનાવવાના હેતુસર આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ કાનૂની માપ વિજ્ઞાનના નિયંત્રકશ્રીની યાદીમાં જણાવાયું છે.

કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતોના વિભાગના અધિક સચિવ શ્રી નિધી ખરેએ ગ્રાહકોના હિતમાં પીસીઆરની ઉપયોગિતા અને લીગલ મેટ્રોલોજી કાયદાના સુચારુ અમલીકરણ સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતુ તથા રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના સચિવ શ્રી મહંમદ સાહિદે IFP પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરી રાજ્ય સરકારની ઓનલાઈન સેવાનો વધુને વધુ લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

આધુનિક યુગમાં ઓનલાઈન ખરીદી કરતી વખતે કાયદા-નિયમો અનુસાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પૂરુ પાડતી કંપનીઓ દ્વારા શું તકેદારી રાખવાની હોય અને તેનો ભંગ થતો હોય તો ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ) કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ અનુસાર કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેની પણ જીણવટભરી માહિતી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર શ્રી બી. એન. દિક્ષિતે લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની શરૂઆત, તેનો ઈતિહાસ, તેને લગતા કાયદા/નિયમો અને તેની ઉપયોગિતા વિશે વિસ્તૃત સમજ આપી હતી. નિયંત્રક શ્રી ડી.એલ.પરમારે કોરોનાકાળમાં રાજ્યમાં કાનુની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ગ્રાહક સુરક્ષા અર્થે લીગલ મેટ્રોલોજી કાયદા-નિયમોના અસરકારક અમલની કામગીરીનો ટૂંકમાં ચિતાર રજુ કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન મેડિકલ ડિવાઈસ પર ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ) કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ નિયમો અન્વયે સઘન તપાસ તથા જરૂરી કાર્યવાહી કરવા પણ અનુરોધ કર્યો હતો.

રીજનલ રેફરન્સ સ્ટાન્ડર્ડ લેબોરેટરી અમદાવાદના ડેપ્યુટી ડાયરેકટર શ્રી આશુતોષ અગ્રવાલે ધી લીગલ મેટ્રોલોજી કાયદા-નિયમોની અસરકારકતા, ગ્રાહકોના હિતમાં તેની ઉપયોગિતા અને તેના મહત્વ વિષય ઉપર પ્રેઝેન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ હતી. આ વેબિનારમાં વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, તથા જુદાજુદા ઉદ્યોગનાં પ્રતિનિધીઓ જોડાયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM