નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ગામડાઓમાં આઠ કરોડથી વધુ રસ્તાઓના કામ મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલા કામ હેઠળ નીચેના વિસ્તારોમાં પાકા રોડ બનાવવામાં આવશે.
- ગેરતનગર ગામે સ્મશાનથી જોગણી માતા વિસ્તાર સુધીનો ડામર રોડ
- વાંચ ગામે ખોડિયાર માતાના મંદિરથી અમદાવાદ મહેમદાવાદ હાઈવે સુધીના રોડનું કામ
- કુજાડથી ગતરાડ તરફ મેલડી માતાવાળા રોડનું કામ
- ગતરાડથી ધામતવાણ મિયાના પાકવાળા રોડનું કામ
- કણભા ગામે ugvclની કચેરીથી ચોસમીયાથી સિંગરવા ગતરાડને જોડતા રોડનું કામ
- ધામતવાણ હરણીયા રોડથી ધામતવાણ ઉંન્દેલ રોડને જોડતા મેલાણા વિસ્તારના રોડનું કામ
- બાકરોલ ગામ પાછળથી કુજાડ -ભાવડા રોડને જોડતા રોડનું કામ
- ગતરાડ ગામે ચતુરપુરા થી લોધવાડ ના છાપરા થઈ અરાલના ના છાપરા થઈ સિંગરવા કણભા રોડને જોડતા રોડનું કામ
- ધામતવાણ હિરાપુરા રોડથી વેચાણા વિસ્તાર તરફના રોડ નું કામ
- કુજાડ ગામે રણછોડપુરા થી નવા ઘરો સુધીના રોડનું કામ
- બીબીપુરા તળાવથી મહેમદપુર તરફના રોડનું કામ –
- ગતરાડ ગામે ચતુરપુરાથી ઝુંપડીના નાકા સુધીના રોડનું કામ
- કુજાડ ગામે સ્મશાનથી કુજાડ કુબડથલ રોડને જોડતા રોડનું કામ
- નેશનલ હાઈવે ૫૯ થી તલાવડી પશુ દવાખાના સુધી રોડનું કામનો સમાવેશ થાય છે.
આમ , અમદાવાદ જિલ્લામા નાગરિક ત્યાં સુવિધાનો સંકલ્પ સાકાર કરવામાં આવી રહ્યો છે.