બાયડ તાલુકા ભાજપ દ્વારા વારેણા આશ્રમ શાળા ખાતે રક્તદાન શિબિર યોજાઇ 18 બોટલ રક્ત એકત્ર કરાયું.

   અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના  વારેણા  આશ્રમશાળા ખાતે માનનીય વડાપ્રધાનના શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો સાત વર્ષનો સમયગાળો  પુર્ણ થતા અને આ સમય દરમિયાન સુશાસનના પરિવર્તનના જનાદેશના વિશ્વાસના પ્રગતિના અને સતત પ્રયત્નશીલ સેવાના ભાગરૂપે  આજરોજ તારીખ 30 5 2021 ને રવિવાર ના દિવસે ૧૧ કલાકથી એક વાગ્યા સુધી બ્લડ ડોનેશન મહારક્તદાન શિબિર નું આયોજન ભાજપ બાયડ શહેર તથા ભાજપ યુવા મોરચો બાયડ શહેર દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાયડ તાલુકા પ્રમુખ માનસિંહ સોઢા, બાયડ પાલિકા પ્રમુખ સ્નેહલભાઈ પટેલ, બાયડ તાલુકા મહામંત્રી મણિલાલ પટેલ,શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલ બાયડ સંગઠનના ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, બાયડ તાલુકાના વિધાનસભા પુર્વ ધારાસભ્ય ધવલસિંહ વગેરે મહાનુભાવો  ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ૧૮ બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું. આ કાર્યક્રમમાં બાયડ તાલુકાના ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM