ચોટીલા માં શહેર ભાજપ દ્વારા રક્ત દાન કેમ્પ યોજાયો હતો..૧૯૨ રક્ત ની બોટલ એક્રત્રીત કરી ને બ્લડ બેંકમાં ડોનેટ કરાયું

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારનાં ૭ વર્ષ પૂર્ણ થતાં તે દરમિયાન ચોટીલા શહેર ભાજપ દ્વારા રક્ત દાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવારે ૯.વાગ્યાથી બપોરના ૧. વાગ્યા સુધીના આયોજનમાં રક્ત દાન વીરોએ ૧૯૨ બોટલ રક્ત એકત્રીત કરીને બ્લડ બેંકમાં જમા કરાવ્યું હતું.

રક્ત દાન કેમ્પ દરમિયાન કેમ્પના ઉદ્ઘાટન માં ચામુંડા માતાજી મંદિરના મહંત જગદિશગીરી બાપુ અને રાષ્ટ્રીય શાયર જવેરચંદ મેઘાણી સાહેબનાં પોત્ર પિનાકીનભાઈ મેઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

તે પ્રસંગે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપનાં મહાંમત્રી હિતેન્દ્રસિહ ચોહાણ, નગરપાલિકાનાં પ્રમુખ જયદીપભાઈ ખાચર અને ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ચોટીલા શહેર ભાજપનાં મહામંત્રી શૈલેષભાઇ રાજવીર અને વજુભાઈ પીઠવા.વનરાજભાઈ ધાધલ તેમજ સુ.નગર યુવા મોરચાનાં પ્રમુખ હાર્દિક ટમાલિયા અને ઉપપ્રમુખ સિધરાજસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યાં.

રક્ત દાન કેમ્પમાં પ્રદેશ યુવા મોરચાનાં મંત્રી સત્યદિપસિહ પરમાર અને પ્રદેશ કિશાન મોરચાના મંત્રી નાગરભાઈ જીડીયા વિષેશ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓ નું પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.

અહેવાલ..લઘુભાઈ ધાધલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *