દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો સાત વર્ષનો સમયગાળો પૂર્ણ થતા અને આ સમય દરમ્યાન સુશાસનના પરિવર્તનના જનાદેશના વિશ્વાસના પ્રગતિના અને સતત પ્રયત્નશીલ “સેવા હી સંગઠન ” ના ભાગરૂપે આજ રોજ ખેડા જિલ્લાના ઠાસરા ખાતે આવેલ શ્રી રામ પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા ઠાસરા તાલુકા તેમજ ઇંદુ વોલન્ટરી બ્લડ સેન્ટર આણંદ દ્વારા મહારક્તદાન બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસની ચાલી રહેલી મહામારીમાં સરકારી ગાઇડલાઇન મુજબ સાવચેતીના પગલાં લઇ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠાસરા તાલુકાના APMC ચેરમેન યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ), ઠાસરા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી કાનાભાઈ સોલંકી, ઠાસરા તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ ગણપતભાઈ રાઠોડ, ખેડા જિલ્લા ભૂતપૂર્વ સભ્ય રાજુભાઇ પટેલ,યુવા મોરચા પ્રમુખ ભૂપતસિંહ ,યુવા મોરચા મહામંત્રી કલ્પેશસિંહ પરમાર.ઉપપ્રમુખ ચિંતન સિંહ તથા કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા…
રિપોર્ટ : રાકેશ મકવાણા (ખેડા


