ચોટીલાના પીપળીયા.ધા.ગામે ખૂંખાર દિપડા નો આતંક યથાવત.

ચોટીલાના પીપળીયા (ધા) ગામની સીમમાં રાત્રે ફરીથી દિપડો દેખયો પીપળીયા ગામનાં ખેડૂતના પશુઓ નું મારણ કર્યા બાદ ફરીથી તેજ જગ્યા પર રાત્રે ખેડૂતો ને દિપડો જોવાં મળ્યો આજુબાજુના ખેડૂતો ભેગાં થતાં દિપડો ભાગી ગયો આગલી રાત્રે દિપડાએ પશુઓ નું મારણ કર્યુ હોવાની જાણ ફોરેસ્ટ વિભાગ ને થઇ હતી અને ઘટના સ્થળે પહોંચી વળતર બાબતે કાર્યવાહી તો કરી પરન્તુ દિપડો પકડવા માટે ની કાર્યવાહી ન કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો પીપળીયા ની વાડી વિસ્તારમાં ખેડૂતો ને દિપડાએ દેખા દેતાં ખેતરો પર રહેતા ખેડૂતો અને બાળકો.મહીલા ઓમાં ભયનો માહોલ. હાલ ખેતી કામની પણ સિઝન શરુ થઇ ચુકી હોવાથી ખેડૂતો ને ખેતીની લાઇટો રાત્રે આપવામાં આવતી હોવાથી વન્ય પ્રાણીઓ કારણે ખેતરમાં વાવેતર કરેલાં મોલાતને પાણી પાવા માટે જતાં પણ ડરી રહીયા છે અને PGVCL દ્વારા ખેતીની લાઇટો દિવસે આપવામાં આવે અને જંગલખાતા દ્વારા દિપડો પકડવા માટે પાંજરૂ મૂકીને વહેલી તકે પકડીને સ્થળાંતર કરવામાં આવે તેવી પીપળીયા ગામનાં ખેડૂતો માંગ કરી રહ્યા છે..

અહેવાલ..લઘુભાઈ ધાધલ ચોટીલા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *