અબડાસા મતવિસ્તારમાં નવા પાણીના બોર,ટાંકા,પાણીની લાઈનો, કુવા તેમજ જુના ટાંકા,લાઈનો કે કુવા રીપેરીંગ કરવા સમીક્ષા કરવામાં આવી

નખત્રાણા મધ્યે પાણી પુરવઠા કચ્છના મુખ્ય ઈજનેરશ્રી અશોક વનરા તેમજ નખત્રાણા કાર્યપાલક ઈજનેરશ્રી એન.વી.પટેલ તેમજ નખત્રાણા,અબડાસા અને લખપત તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેર,એસ.ઓ.,વાસ્મોના અધિકારીઓ સાથે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ અબડાસા વિધાનસભા વિસ્તારમાં પાણી વ્યવસ્થા અંગે રીવ્યુ મિટિંગ યોજવામાં આવી આ મિટિંગમાં અબડાસા મતવિસ્તારમાં નવા પાણીના બોર,ટાંકા,પાણીની લાઈનો, કુવા તેમજ જુના ટાંકા,લાઈનો કે કુવા રીપેરીંગ કરવા સમીક્ષા કરવામાં આવી તથા નર્મદા પાણીની કનેક્ટિવિટી અંગે અધિકારી સાથે ધારાસભ્યશ્રીએ ચર્ચા કરી.ઉનાળાની ઋતુમાં અબડાસા વિસ્તારમાં પૂરતું પાણી મળી રહે તે માટે તેમજ પાણીના વિતરણ આયોજન અંગે મિટિંગ યોજવામાં આવી હતી ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા સાથે નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જયસુખભાઈ પટેલ હાજર રહ્યા હતા.

રિપોર્ટ મમુભાઈ રબારી નખત્રાણા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM