આઈડેક્સ ઈન્ડીયા પ્રા. લિ. દ્વારા એસએસજી હોસ્પિટલને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની ભેટ.


                 મંજુસર સ્થિત અમેરિકન કંપની આઈડેક્સ ઈન્ડીયા પ્રા. લિ દ્વારા કોરોના મહામારીમાં દર્દીઓને ઓક્સિજન ની સુવિધા પુરતી મળી રહે એ હેતુથી શ્રી રાજેશભાઈ પ્રસાદના યોગદાનથી ૧.૪૦ કરોડના ખર્ચે ૭૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ સયાજી હોસ્પિટલને દાન કરવામાં આવ્યા હતા. આ ભેંટ સ્વીકાર કાર્યક્રમ સયાજી હોસ્પિટલની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, એસ.એસ.જી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટશ્રી ડૉ.રંજન ઐયર, મહામંત્રીશ્રીઓ શ્રી સુનિલભાઈ સોલંકી, શ્રી જશવંતસિંહ સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, દંડકશ્રી ચિરાગભાઈ બારોટની હાજરીમાં મેડિકલ ઓડિટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *