કોરોનામાં અવસાન પામેલ માતા-પિતાના સંતાનો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકશે.

અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રને જાણ કરવી

કોરોનાના કપરા સમયમાં અમુક બાળકોએ માતા કે પિતા ગુમાવ્યા છે, આવા બાળકોની વહારે રાજ્ય સરકાર સહાય આપવા માટે સદાય તત્પર છે. અમદાવાદ જિલ્લામાં કોવિડ ૧૯ ના કારણે જે પરિવારમાં માતા-પિતા કે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકનું અવસાન થયું હોય અને તેમના સંતાનો ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા હોય તેવા બાળકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી તેવા બાળકોની માહિતી અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર એકત્રિત કરી રહ્યું છે.
સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આ બાળકોને મળી તે માટે તેવા બાળકનું નામ.,તેના પરિવારમાં કોરોનાથી મૃત્યુ થયું હોય તેમનું નામ, માતા-પિતા ગુમાવ્યા બાદ વર્તમાનમાં બાળકને સાચવનાર વ્યક્તિનું નામ અને તેમનો સંપર્ક નંબરની જરૂરી વિગતો લખીને અમ્દાવાદ જીલા વહિવટી તંત્રના dcpu-gscps-ahm@gujarat.gov.in પર ઇમેલ કરી શકાશે, તથા ૧૦૯૮ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને પણ માહિતી આપી શકાશે તદુપરાંત વોટસએપ નંબર ૯૭૨૭૩૭૩૨૪૯ પર માહિતી મોકલી શકાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *