અરવલ્લીઃ ડેમાઈ ખાતે નવનિર્મિત આધુનિક બસસ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કર્યું.

અરવલ્લી
     ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના જુદા જુદા વિસ્તારોના એસટી વિભાગના બસ સ્ટેશનના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં અરવલ્લી જિલ્લાના ડેમાઇ ગ્રામ પંચાયત વિસ્તારના ડેમાઈ બસ સ્ટેશનનું ઇ લોકાર્પણ મુખ્યમંત્રીએ કરેલ હતું જેમાં સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું, આ પ્રસંગે પ્રાંત અધિકારી ડો. વિમલ બારોટ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, ગામના સરપંચ મહેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન સોલંકી, ભાજપના પ્રમુખ માનસિહ પરમાર  સહિત ભાજપના આગેવાનો તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો કોરોનાની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું, 188 લાખના ખર્ચે નવિન બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ડેમાઈ ગ્રામ પંચાયતની માંગણીના અનુસંધાને  ડેમાઈથી વહેલી સવારે ડેમાઇથી વહેલી સવારે અમદાવાદ તેમજ વડોદરા નવીન બસો ચાલુ કરવામાં આવશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *