
રીપોર્ટ:-મહેશ ડી સિંધવ
કારોબારીમાં જ્યંતિલાલ, શિક્ષણમાં સોનાગ્રા, હીરાલાલને આરોગ્ય અને અજય લોરિયાને બાંધકામ સમિતિનું ચેરમેન પદ
મોરબી : મોરબી જિલ્લા પંચાયતનું નવનિર્મિત ભવન ધમધમતું થાય તે પૂર્વે જ સામાન્ય સભામાં થયેલ સમિતિઓની રચના મુજબ વિવિધ સમિતિઓમાં ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગત સામાન્ય સભામાં સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિમાં પડસુંબીયા જયંતીલાલ દામજીભાઇ, કૈલા જાનકીબેન જીગ્નેશભાઇ, શેરસીયા જાહિરઅબ્બાસ યુસુફભાઇ, સોનાગ્રા પ્રવિણભાઇ ત્રીભોવનભાઇ, વિઠલાપરા મેરાભાઇ કરમશીભાઇ અને ચિખલીયા અસ્મીતાબેન કિશોરભાઇનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને હવે જ્યંતિલાલ પડસુંબીયાને કારોબારી સમિતિના ચેરમેન જાહેર કરાયા છે.
શિક્ષણ સમિતિમાં સોનાગ્રા પ્રવિણભાઇ ત્રીભોવનભાઇને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે શિક્ષણ સમિતિમાં પારેઘી હંસાબેન જેઠાભાઇ, ટમારિયા હીરલાલ જીવણભાઇ, શેરસીયા જાહિરઅબ્બાસ યુસુફભાઇ, પરમાર લીલાબેન રવજીભાઇ અને સનાવડા રવિન્દ્રભાઇ ધનજીભાઇ અને વિડજા કેતનકુમાર રમેશભાઇની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
જયારે ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિમાં કડિવાર ચંદ્રીકાબેન નથુભાઇ અધ્યક્ષ જાહેર કરાયા છે. અને મહિલા અન બાળ વિકાસ અને યુવાપ્રવૃતી સમિતિમાં ડાંગરોચા સરોજબેન વાઘજીભાઇ અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે આ સમિતિમાં લોરીયા અજયભાઇ મનસુખભાઇ, વિઠલપરા કરમશીભાઇ મેરાભાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે અને અપિલ સમિતિમાં શિહોરા ચંદુભાઇ છગનભાઇ અધ્યક્ષ જાહેર થયા છે અને કૈલા જાનકીબેન જીગ્નેશભાઇ અને ચિખલીયા અસ્મીતાબેન કિશોરભાઇ આ સમિતિમાં સભ્ય છે.
સામાજીક ન્યાય સમિતિમાં પારેઘી હંસાબેન જેઠાભાઇને અધ્યક્ષ બનાવાયા છે અને ચાવડા કમળાબેન અશોકભાઇ, સોલંકી ચમનલાલ છગનભાઇ, પરમાર જશુભાઇ સવજીભાઇ અને રાઠોડ અરવિંદભાઇ વશરામભાઇ સભ્ય તરીકે મુકાયા છે. જયારે જાહેર આરોગ્ય સમિતિમાં ટમારીયા હીરલાલ જીવણભાઇની અધ્યક્ષ તરીકે નિમણુંક થઇ છે અને જાહેર બાંધકામ સમિતિમાં અધ્યક્ષ તરીકે લોરીયા અજયભાઇ મનસુખભાઇની વરણી કરવામાં આવી છે અને સભ્ય તરીકે ડાંગરોચા સરોજબેન વાઘજીભાઇ, કડિવાર ચંદ્રીકાબેન નથુભાઇને મુકવામાં આવ્યા છે.
