મોરબી જિલ્લા ભાજપમાં કિશાન અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક

રિપોર્ટ:-મહેશ ડી સિંધવ

મોરબી જિલ્લા ભાજપમાં કિશાન મોરચા અને લઘુમતી મોરચામાં નવા હોદ્દેદારોની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાથે પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા ગત તા. 4ના રોજ મોરબી જીલ્લાના વિવિધ મોરચાના હોદેદારોની નીમણુંક કરવામાં આવેલ છે. જે મુજબ મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચામાં પ્રમુખ તરીકે પ્રદ્યુમનભાઈ રતિલાલ પટેલ (હળવદ ગ્રામ્ય) તેમજ મહામંત્રી તરીકે શિરીષભાઈ પ્રાગજીભાઈ કાવર (માળીયા મી. ગ્રામ્ય)ની નિમણૂક કરવામાં આવેલ છે. વધુમાં, લઘુમતી મોરચામાં પ્રમુખ તરીકે મહમદયુસુફ વાલીભાઈ ચાનીયા (મોરબી શહેર) અને મહામંત્રી તરીકે સીદીકભાઈ અલીભાઈ લુઢર (મોરબી ગ્રામ્ય)ને જવાબદારી સોંપવામાં આવેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *