અમદાવાદની આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, પોલીસે લૂંટારૂને ઝડપ્યો

અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાંથી આંગડિયા લૂંટનાં ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુરની મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીના કર્મચારીઓની આંખમાં મરચું નાંખી 2 કરોડની લૂંટને અંજામ અપાયો હતો. બીજી તરફ ઘટના સ્થળની નજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે 2 કરોડ લૂંટી ભાગતા જવા લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે, આ કેસમાં હાલ તો  આરોપી ઝડપાઇ જતા મોટી લૂંટની ઘટનામાં રૂપિયા પણ રિકવર થઇ ગયા છે.સરકાર દ્વારા શહેરમાં સબ સલામતનાં દાવા વચ્ચે ધોળા દિવસે જાહેરમાં બનેલી લૂંટની આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. 

રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *